તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક, બમરોલી-સુરત બ્રાન્ચમાં ફરજ બજાવતા બેંકના કેશીયર દ્વિજેશ પટેલે સુમુલ ડેરીના ડેઇલી પૈસા ભરવા આવેલા એજન્ટે ભુલથી રૂા.50,000ની ચલણી નોટ વધુ આપેલ રૂા.500નું બંડલ પરત કર્યું હતું.બેંકમાં પૈસા ભરવા આવેલા એક વેપારીએ પણ ભુલથી આપેલ 10 હજારની રકમ પણ પરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા.
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા દ્વિજેશ ઠાકોરભાઇ પટેલ બમરોલીની સુરત ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચમાં કેશીયર તરીકે ફરજ બજાવે છે.તેમની ફરજ દરમ્યાન સુમુલ ડેરીમાં ડેઇલી પૈસા ભરવા આવેલા એજન્ટને જ્યારે બેંકમાં પૈસા ભરવા આવ્યા, ત્યારે ગ્રાહકોની લાંબી લાઇન નિહાળી કેશીયરને રૂા. 3 લાખની બેંક સ્લીપ અને રૂપિયા આપી તેના ખાતામાં જમા કરવાનું કહી જતા રહ્યા હતા. જ્યારે ગ્રાહકો ઓછા થતા બેંક કેશીયર દ્વિજેશ પટેલે તેના ખાતામાં પૈસા જમા કરાવવા રૂપિયા ગણ્યા,ત્યારે રૂા.50,000 રકમનું રૂા.500ની ચલણી નોટનું બંડલ વધારાનું જણાતા કલ્પેશ તંબોલીને બોલાવી વધારાની રૂા.50,000ની રકમ પરત કરી હતી. જ્યારે કેશીયરની ઇમાનદારીથી પ્રભાવિત થયેલા સુમુલ એજન્ટની આંખમાંથી ખુશીના આંશુ છલકાઈ ઉઠ્યા હતા.
જે બાદ બમરોલી બ્રાન્ચ મેનેજરને કેશીયર દ્વિજેશ પટેલને ઇમાનદારી બદલ અભિનંદન પ્રમાણપત્ર આપવા પત્ર આપ્યો હતો. જ્યારે ઉપરોકત એક અન્ય વેપારી ખાતેદાર બી.કે.પ્રજાપતિ પણ બેંકમાં લાંબી કતાર નિહાળી તેના ખાતામાં રૂા.50,000 જમા કરાવવા જુદી-જુદી ચલણી નોટના બંડલો અને સ્લીપ આપી જતા રહ્યા હતા. આ ખાતેદારના પણ ભુલથી રૂા.10,000 વધુ હોવાથી તેને પણ કેશિયરે રૂબરૂ બોલાવી આ રકમ પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.