અકસ્માત:ટાયર ફાટતાં કાર બેકાબૂ બની ગઇ અડફેટે ચડેલા બાઇકચાલકનું મોત

કીમ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર અડફેટે ફંગોળાયેલી બાઇક. - Divya Bhaskar
કાર અડફેટે ફંગોળાયેલી બાઇક.
  • ભાદોલના યુવકને ગામની સીમમાં જ અકસ્માત નડ્યો

ઓલપાડના ભાદોલ ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવારનું મોત નીપજ્યું હતું. આ અંગે કીમ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ કીમ રાજ્યધોરી માર્ગ ઉપર ભાદોલ ગામ નજીક પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા કાર સામેથી આવતી બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર કિરણકુમાર ઉર્ફે નવનીતભાઈ સોમાભાઇ પટેલ (33) રહે,ભાદોલ ગામ,તા -ઓલપાડ જેઓ મોટરસાયકલ નં GJ5 GL7701 ઉપર જઈ રહ્યા હતા.

ત્યારે સામે પુરપાટ આવતી ઇકો સ્પોર્ટ કાર નં GJ5 JL9825 નું ટાયર ફાટતા ઉપરોક્ત બાઇક સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવાર કિરણકુમાર ને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કીમ પોલીસ પહોંચી હતી. મૃતકનું પીએમ સહિત જરૂરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...