તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિર:સુરત જિલ્લા બીઆરસી CRC ચિંતન શિબિર યોજાઈ

કીમ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરત જિલ્લા બીઆરસી-સીઆરસીની ચિંતન શિબિર યોજાઈ. - Divya Bhaskar
સુરત જિલ્લા બીઆરસી-સીઆરસીની ચિંતન શિબિર યોજાઈ.

સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત સુરત જિલ્લાના તમામ બીઆરસી-સીઆરસી કો- ઓર્ડીનેટરોની વિશેષ એક દિવસીય ચિંતન શિબિર સરોજબેન નાયક સાંસ્કૃતિક હોલ, એલ.ડી. હાઇસ્કૂલ, સચીન ખાતે પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઈ દરજીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. શિબિરમાં ડીઇઓ કચેરીના નિરિક્ષક, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ચોર્યાસી પ્રાથમિક શિક્ષણાધિકારી સહારભાઈ દેસાઈ, જિલ્લાના સીઆરસી-બીઆરસી કો-ઓર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા.

બી.આર.સી.કૉ -ઓર્ડીનેટર નરેશ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. કિરીટભાઈ પટેલે કોરોના મહામારી, શહેરીકરણ, બાળમજૂરી વગેરે જેવા અનેક કારણોસર સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી છે તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઈ દરજીએે જણાવ્યું હતું કે આપણે શાળા ઉત્થાનનો ગોલ નક્કી કરીએ, દરેક બાળક આપણું જ છે એવી માનસિકતા કેળવી કામ કરીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો