ચોરી:અણીતા અને વડોલી ગામમાં તસ્કરોએ 6 ઘરના તાળાં તોડ્યા

કીમ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અણીતા અને વડોલીમાં 6 બંધ ઘરના તાળા તોડતા તસ્કરો. - Divya Bhaskar
અણીતા અને વડોલીમાં 6 બંધ ઘરના તાળા તોડતા તસ્કરો.
  • 3 હજાર રોકડ સિવાય કોઈ મોટો મુદ્દામાલ હાથ ન લાગતા તસ્કરો આખરે પાણીની મોટર પણ ચોરી કરીને લઇ ગયા

ઓલપાડ તાલુકાના અણીતા અને વડોલી ગામે તસ્કરોએ 6 બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો.જોકે તસ્કરોને હાથે કોઈ મોટો મુદ્દામાલ હાથ ન લાગ્યો હતો. જિલ્લામાં ચોરી, લૂંટ જેવી ઘટના બનવા છતાં પોલીસ દામવામાં હાલ અસમર્થ જણાઈ રહી છે.

આ અંગે ઘટના સ્થળેથી જાણવા મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના અણીતા ગામે નવાપરા ફળીયામાં રહેતા ડાહ્યાભાઈ પટેલ અને કાંતિ ભાઈ પટેલ ના બંધ મકાનમાં તાળા તોડ્યા હતા.તસ્કરોએ ચોરી મકાનમાં ઘુસી 3 હજાર રોકડ તેમજ એક બે ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.મોટો મુદ્દામાલ હાથ ન લાગતા ઘરના કબાટમાં મુકેલ સામાન વેરવિખેર કરી ગયા હતા.જ્યારે બાજુના વડોલી ગામે પણ 3 બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તાળા તોડી મકાનમાં પ્રવેશેલા તસ્કરોને કઈ હાથ ન લાગતા માત્ર એક મકાનમાં પાણી ની મોટર હોઈ જેની તસ્કરો ચોરી કરી ગયા હતા.જ્યારે એક મકાનનું પણ તાળું તોડ્યું હતું.સદર ચોરીની ઘટના બાદ ભોગ બનનારાએ કીમ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોચી હતી.જોકે આ અંગે મોડે સુધી કોઈ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળે છે.આગામી દિવસ માં દિવાળીનો સમય હોઈ તસ્કરો બેફામ ન બને તે માટે વિસ્તારમાં પેટ્રોલિંગ સધન બનાવવું પડશે તેવું સદર ચોરીની ઘટના જોતા લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...