પરિણામ:કીમમાં મંત્રી મુકેશ પટેલ સમર્થિત શૈલેષ મોદી હાર્યા

કીમએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કીમ ગામે રાજ્યમંત્રી મુકેશ પટેલ સમર્થિત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર શૈલેષ મોદીની કારમી હાર થઈ હતી.સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઓલપાડની મહત્વની ગણાતી અને મુકેશ પટેલ સમર્થિત કીમના સરપંચના ઉમેદવાર શૈલેષ મોદીને હરાવી પ્રવીણભાઈ પટેલે બાજી મારી વિરોધીઓને સણસણતો જવાબ આપી દીધો છે.મત ગણતરી સાથેજ પરિવર્તન પેનલના ઉમેદવાર એક પછી એક જીત મેળવતા સુશાશન પેનલના સમર્થકોમાં સોંપો પડી ગયો હતો.

કુલ 20 સીટ માંથી 17 સીટ ઉપર પરિવર્તિત પેનલ જ્યારે માત્ર 3 સીટ ઉપર સુશાશન પેનલના ઉમેદવાર વિજેતા થયા હતા.મોડી રાત સુધી મત ગણતરી ચાલી રહી હોય ત્યારે પ્રવીણ પટેલ ને 5293 મત ની સામે શૈલેષ મોદી ને 3309 મત મળ્યા હતા જેથી 2000 મત ની સરસાઈથી પ્રવીણ પટેલ વિજેતા બન્યા હતા.વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ હર્ષ સાથે વધાવી લીધા હતા.મોડી રાત સુધી વિજય સરઘસ કાઢી સમર્થકો ડીજે ના તાલે ઝૂમયા હતા.

અન્ય સમાચારો પણ છે...