ઓલપાડ તાલુકાના કાંઠાના ગામડાઓમાં સિંચાઇના પાણી વિના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળે છે. સિંચાઈના પાણી વિના ખેડૂતો દ્વારા મહામહેનતે ઉભો કરાયેલ ડાંગરનો પાક માનવ પ્રેરિત આફતના કારણે નિષ્ફળ જશે એવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું હોવાનું ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે. સહકારી અને ખેડૂત આગેવાન દ્વારા આજરોજ ઓલપાડ તાલુકાના ઇશનપોર અને પારડી ગામની મુલાકાત લેવામાં આવી હતી તે દરમ્યાન જોવા મળ્યું કે ખેડૂતો સિંચાઈના પાણી વગર વલખા મારી રહ્યા છે, તથા ડાંગરના ઉભા પાકમાં જરૂરિયાતના સમયે જ પૂરતું પાણી નહીં મળવાના કારણે ખેતરોમાં જમીનમાં ભરોઠા ફાટી ગયા છે.
જેથી ઇશનપોરમાં આશરે 200 એકર થી વધુ અને પારડીમાં આશરે 300 એકર વિસ્તારમાં ડાંગર અને શેરડીનો ઉભોપાક માનવ નિર્મિત ભૂલને કારણે નિષ્ફળ જાય એવું લાગી રહ્યુ છે. સિંચાઇ વિભાગે આ બાબતે ગંભીરતા દાખવી ઉકાઈ ડેમમાં પૂરતું પાણી છે. તો ખેડૂતોને તાકીદે સિંચાઇ માટે પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. દર્શનભાઈ સાથે સ્થળ મુલાકાત દરમ્યાન વીરેન્દ્ર પટેલ, પરાગ ભાઈ પટેલ , રસિકભાઈ પટેલ, રતુંભાઈ રાઠોડ, વીરુભાઈ.પટેલ, ધર્મેશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ,અલ્પેશ પટેલ,રાજુભાઇ પટેલ સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.