તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:બોલાવમાં નકલી સેનેટાઇઝર બનાવવા બાબતે 2 સામે ગુનો

કીમ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 78 લાખનો મુદ્દામાલ પકડાયો હતો

ઓલપાડ તાલુકાના બોલાવ ગામે જી.આઈ.ડી.સીમાં આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીમાંથી ડુપ્લીકેટ સેનેટાઝર બનાવવાનું કોભાંડ કીમ પોલીસે ઝડપી પાડ્યું હતું, જેમાં બે વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. કીમ પોલીસે બાતમીના આધારે ઓલપાડના બોલાવની એક ફેક્ટરી પર રેડ કરી હતી.

અંબિકા ઇન્ડસ્ટ્રીયલમાંથી પોલીસે રેડ કરતા મોટી માત્રામાં સેનેટાઝરની ખાલી તેમજ ભરેલી નાની મોટી બોટલો, રફ મટીરીયલ, મોટા બોક્ષ, કેમિકલ ભરેલ નાના મોટા બેરલો તેમજ એક કેરબા પર્સિંગની KL.05AT.8115) નંબરની એક ટ્રક સાથે મોટા પ્રમાણમાં નકલી સેનેટાઝર બનાવવાનું કોભાંડ કીમ પોલીસે ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે મિથેનોલ મિશ્રિત પ્રવાહી 5 હજાર લીટર કિંમત 2 લાખ 50 હજાર,64 લાખ 74 હજારની કિંમતનું હેન્ડ સેનેટાઇઝર,10 લાખ કિંમતની કેરાલા પાસિંગ ટ્રક સહિત કુલ 78 લાખ 36,250 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

જે બાદ કીમ પોલીસે ઉપરોક્ત ફેકટરી ચલાવતા અને નકલી સેનેટાઇઝર બનાવતા બે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. દિપક પ્રભુભાઈ સહાની રહે, લક્ષ્મી સોસાયટી, અડાજણ સુરત તેમજ મંગેશ જીવંતભાઈ ફુલવાની રહે, અડાજણ સુરત વિરુદ્ધ કીમ પોલીસે ગુનો નોંધી ુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...