અનેક વિદ્યાર્થીઓ ફસાયા:યુવકોના બેગ પર તિરંગો જોઇ યુક્રેન કે રશિયા કોઇનું સૈન્ય રોકતું નથી

કીમ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેનમાં અચાનક યુદ્ધ શરૂ થતાં સુરત અને તાપી જિલ્લાના અનેક ગામના લોકો ત્યાં ફસાતા પરિવારજનો ચિંતિત
  • હુમલા વધતા કીમના 2 અને કઠોદરાનો 1 યુવક સહિત 9 વિદ્યાર્થીઓ સાથે કિવ છોડી પોલેન્ડ જવા નીકળ્યા

યુક્રેન અને રશિયા વચ્ચેના ભિષણ યુદ્ધથી સમગ્ર દુનિયા હચમચી ઉઠી છે. ત્યારે વિશ્વના દેશો પોતાના લોકોને યુક્રેનથી બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભારતીયોને પણ આ યુદ્ધ વચ્ચેથી હેમખેમ બહાર લાવવાના સરકારના પ્રયાસો થઈ રહયા છે. ઉદ્દભવેલી વિકટ યુદ્ધ સ્થિતિ વચ્ચે કીમના બે વિધાર્થીઓ અને કઠોદરા ગામના યુવક યુક્રેનમાં અને તેમાં ખાસ કિવ શહેરમાં હોઈ પરિવાર ચિંતામાં મુકાયો છે. આ અંગે મળતી વિગત મુજબ યુક્રેન અને રશિયા વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે ઓલપાડ ના કીમના બે વિધાર્થીઓ અને કઠોદરાના યુવકનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

કીમની કૃષ્ણકુંજ સોસાયટી માં રહેતા નિખિલ મહેન્દ્રસિંહ સોલંકી અને કૈલાસ રેસિડેન્સીમાં રહેતા મેઘરાજ સુરેન્દ્રસિંહ સોલંકી બન્ને મિત્રો હોટલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરવા છેલ્લા 14 માસથી યુક્રેનમાં કિવ શહેરમાં આવેલ મેટ્રોબીસકરવ સ્ટ્રીટમાં રહી અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત કઠોદરાનો સાબિર મુલ્લાં પણ ત્યાં ફસાયો છે. હાલ રશિયા દ્વારા કિવમાં મિસાઈલ એટેક અને ભારે બૉમ્બમારો થઈ રહ્યો છે. ત્યારે રહેઠાણથી નજીકમાંજ રાત્રીના બોંમ્બમારા અને મિસાઈલ એટેકના અવાજથી ઉપરોક્ત વિદ્યાર્થીઓ, યુવકો ગભરાઈ ઉઠ્યા છે.

આને કિવ છોડવા શનિવાર સાંજે નીકળી ગયા છે. પરિવાર પલપલની અપડેટ મેળવી રહ્યો છે. ઓલપાડ તાલુકાના કીમ અને કઠોદરાના ત્રણ યુવકો યુક્રેન માં ફસાતા પરિવાર ચિંતામાં મુકાયો છે. જોકે ટેલિફોનિક વાતચીત થવા સાથે વોટ્સએપ વીડિયો સાથે પરિવારના સંપર્કમાં રહેતા ચિંતા સાથે પરિવાર થોડી રાહત અનુભવી રહ્યા છે. યુક્રેનના કિવથી ટ્રેન,ટેક્સી જેવા સાધનો દ્વારા પોલેન્ડ પહોંચવા નીકળી ગયા છે.

ઇન્ડિયન એમ્બીસી દ્વારા બેગ ઉપર ફરજિયાત રાષ્ટ્રધ્વજ ચીપકાવાયા
ભારતીય સરકાર દ્વારા ભારતીયોને સહીસલામત યુક્રેનથી ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસ સૂત્રો દ્વારા તમામ ભારતીયોને બેગ ઉપર ફરજિયાત રાષ્ટ્રધ્વજ ચિપકાવી દેવા જણાવ્યું છે.જેથી કીમના બે વિદ્યાર્થી અને કઠોદરાના યુવક મળી તેઓ સાથે ફસાયેલા 9 લોકોએ પોતાની બેગ ઉપર રાષ્ટ્રધ્વજ ચિપકાવી દીધા છે.બેગ પર રાષ્ટ્રધ્વજ જોતા યુક્રેન કે રશિયા કોઈનું પણ લશ્કર રોકતું નથી. તેમ ફસાયેલ યુવકના પરિવાર દ્વારા જાણવા મળે છે.

બાળકો વહેલા ઘરે આવે એવી ચિંતામાં બેઠા છીએ
દીકરો મેઘરાજ અને તેનો મિત્ર નિખિલ મહેન્દ્રસિંહ સોલંકી છેલ્લા 14 મહિનાથી યુક્રેનના કીવ ખાતે રહી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છે. યુદ્ધ વચ્ચે માહોલ ભયાનક થતા અને ખાસ હાલ કિવ ખાતે રશિયાનો હુમલો થતા બોમ્બમારાના અવાજથી ગભરાયા છે ને ત્રણ દિવસથી નીકળવા પ્રયત્ન કરતા શનિવારે સાંજે યુક્રેન છોડી બન્ને સાથે કુલ નવ વિદ્યાર્થીઓ ટેક્ષી,ટ્રેન મારફત પોલેન્ડ જવા નીકળી ગયા છે.અને ત્યાંથી ભારત આવશે.બાળકો વહેલા આવે એવી ચિંતામાં બેઠા છીએ.સતત ટેલીફોનીક અને વોટ્સએપ વીડિયોથી તેઓને હિંમત આપી રહ્યા છીએ.- સુરેન્દ્રસિંહ સોલંકી, યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થી વાલી-કીમ

દેલવાડાનું દંપતી યુક્રેનથી પોલેન્ડ રવાના
દેલવાડાના અંકુરકુમાર કાંતિલાલ પટેલ તથા ઈશિકા અંકુર કુમાર પટેલ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામ રહીશ છે. અંકુર પટેલ છેલ્લા 6 માસ અગાઉ શિક્ષણ અર્થે ગયા હતા. અંકુરના કાકા રમેશભાઈ હિરાભાઇ પટેલે જણાવ્યું હતું કે અંકુર તેની પત્ની અને અન્ય 7 મિત્રો યુક્રેનથી આજ સવારે ટ્રેન મારફત રોમાનિયા પોલેન્ડ ખાતે જવા રવાના થયા છે. રોમાનિયામાં તેમના મિત્રને ત્યાં પહોંચવા રવાના થઈ ગયા છે.

નવાપુરના 3 સહિત 9 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા
ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં 9 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ગયા છે. તેમાં યશવંત ચૌધરી, કૌસ્તુભ કૈલાસચંદ્ર ગવળી, રેખા વિજય આગલે, પ્રસાદ કેશવ પાટીલ, રાહુલ જગદીશ પરમાર, નંદુરબાર જિલ્લાના ઈન્દ્રજીત સિંહ મેહરબાન પોથીવાલ ઉપરાંત નવાપુરના કશિશ શાહ અને આશિકા સોનાર અને શાહિદ બાગવાનનો સમાવેશ થાય છે. જેમાં નવાપુરના કશીશ શાહ પરત ભારત આવવા નીકળી ગયા હોવાની માહીતી સંપડી છે.

અન્ય સમાચારો પણ છે...