તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:તગડા ટોલની વસૂલાત છતાં પણ માંડવી-કીમ રોડ બેહાલ

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગના વારંવાર થતાં ધોવાણથી વાહનચાલકો તોબા

માંડવી-કીમ રોડ અનેક આંતરિક માર્ગો સાથે જોડવા ઉપરાંત મુંબઈ-દિલ્હી હાઈવે તથા ધૂલિયા હાઈવે અને વાપી શામળાજી હાઈવે સાથે જોડાયેલ છે. જેથી હલકાથી ભારે વાહનોનું ટ્રાફિક રહેતું હોય છતે, પંરતુ માંડવી - કીમ માર્ગનું વારંવાર ધોવાણ થતાં રહેતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક પ્રજાજનો સહિત વાહનચાલકોમાં ભારે નારાજગી વ્યાપી ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી કીમ રોડ અનેક નાના મોટા માર્ગો સાથે જોડાયેલ હોવા છતાં તંત્રની બેફિકરાઈના કારણે નિર્દોષ પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ચોમાસા દરમિયાન પાણી ભરાતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આશ્ચર્યની વાત તો આ રોડ પર આવેલ ટોલટેક્સ પર ભારે વાહનો પાસે ટોલટેક્સ લેવા છતાં પણ વર્ષોતી દુર્દશાને પામતા માર્ગથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નેતા અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે રોષ
માંડવી કીમ રોડ અનેક હાઈવે નેશનલ હાઈવે સાથે જોડાયેલ છે. અને આ માર્ગ પરથી તાલુકા જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓ અધિકારીઓ વારંવાર પસાર થતા હોય છે. અને આ માંડવી કીમ માર્ગની આટલી દુર્દશા પછી પણ કોઈ નક્કર પગલાં ન લેવતાં લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે.
બિસ્માર માર્ગે અનેકનો ભોગ લીધો છે
કીમ- માંડવી રોડ પર હંમેશા ટ્રાફિનું ભારણ રહે છે. રોડ પર પડેલા ઉંડા ખાડાઓને કારણે ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ ઘણા અકસ્માત થયા છે અને તેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ આ માર્ગ જોખમી બન્યો છે. વારંવાર અકસ્માતમાં માનહાની થાય છે છતાં અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી. જોખમી બનેલા માર્ગને સલામત બનાવવામાં આળસ દાખવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...