કૃષિ:પછોતરા વરસાદથી કીમ પંથકમાં 600 વીંઘાથી વધુ ડાંગરને નુકસાન

કીમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હજારો મણ ડાંગર નષ્ટ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પછોતરા વરસાદે સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં વિવિધ પાકોમાં ભારે તારાજી સર્જી છે.જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો હોય ત્યારે ઓલપાડ તાલુકાના આઠેક ગામોમાં ડાંગરના પાકમાં ભારે નુકશાન વેરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કીમ પંથકના ગામો પાછોતરા વરસાદને લીધે ડાંગરના પાકમાં મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.ભારે પવન સાથે વરસેલા વરસાદે ભાત જમીનદોસ્ત કરવા સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા ડાંગરને વ્યાપક નુકશાન જાણવા મળ્યું છે.

કીમ પંથકના કઠોદરા, કીમામલી, મૂળદ, બોલાવ, અણીતા, વડોલી, કુડસદ, કન્યાસી, ઉમરાછી સહિતના ગામોની અંદાજે 600 વિઘાથી વધુ જમીનમાં ડાંગરના પાકને નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.ત્યારે સદર સ્થિતિ વચ્ચે ડાંગર પક્વતા ખેડૂતોએ મોટી આર્થીક નુકશાની વેઠવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળે છે. સરકારી તંત્ર આ બાબતે ખેડૂતો વ્હારે આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

એક જ ખેડૂતનો 25 વીંઘા પાક નષ્ટ થયો
અણીતા ગામના ખેડૂત જીગ્નેશ પટેલે જણાવ્યું કે તેમની 25 વિઘા જમીનમાં ઉભેલો ડાંગરનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. આ અંગે બોલાવ ગૃપ સહકારી મંડળીના પ્રમુખ જશવંતસિંહ ખેરના જણાવ્યા મુજબ અમારા કીમ વિસ્તારમાં અંદાજે 600 વિઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નષ્ટ થયો છે.ખેડૂતોએ ભારે આર્થિક નુકશાની વેઠવી પડી છે. રાજ્ય સરકાર આ બાબતે સર્વે કરી ખેડૂતોને સહાય પુરી પાડે તે જરૂરી છે. હજ્જારો મણ ડાંગરનો પાક નષ્ટ થયો છે.

અન્ય સમાચારો પણ છે...