તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિકાસકામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે કસૂરવાર સાબિત થતાં અંતે કીમના સરપંચ સસ્પેન્ડ

કીમ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કીમ ગ્રામ પંચાયતના સરપંચને સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિ કર્યા બદલ ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કીમ ગામના જાગૃત નાગરિક અરજકર્તા પ્રવિણસિંહ પહાડસિંહ ખેર દ્વારા સરપંચ દ્વારા ગેરરીતિ થયાના આક્ષેપ સાથે પંચાયતના વિવિધ કામોની વિગતો આરટીઆઇ મુજબ માંગવામાં આવી હતી, જેના જવાબમાં લાંબી લડતને અંતે અરજકર્તાની જીત થઈ હતી. જેમાં સરપંચ કરશનભાઈ ઢોડીયાને કસૂરવાર ઠેરવી હોદ્દા પરથી દૂર કરવા 3/12/2020 ના રોજ સસ્પેન્ડનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

કીમ ગામ પંચાયતના કામોને લઈને વિવાદમાં રહેતું આવ્યું છે. ત્યારે કીમના જાગૃત નાગરિક પ્રવિણસિંહ પહાડસિંહ ખેર દ્વારા પંચાયતના કાર્યોમાં ગેરરીતિના વિવિધ આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારીને આરટીઆઇ એક્ટ અન્વયે માંગેલ માહિતીમાં તપાસના અંતે સરપંચ કસૂરવાર ઠર્યા છે. રંગકૃપા સોસાયટીમાં રણજીતભાઈના ઘરથી ઈશ્વરભાઈ રાઘવાણીના ઘર સુધીના સીસી રોડનું કામ કર્યા સિવાય 2 લાખ રૂપિયાનું સદંતર ખોટું ચુકવણું, ઉપરાંત 6. 26 લાખના સીસીટીવી કેમેરા અંગે, 10 હજાર માહિતી આયોગમાં જવા બનાવેલ વાઉચર, 42 હજાર રોકડ રેલ રાહત માટે રસોઈયાને આપ્યા બાબત સહિતની વિગતો માંગતા ઉપરોક્ત બાબતે કસૂરવાર ઠરતા કીમ પંચાયતનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. દોઢ વર્ષથી ચાલતા વિવાદ બાદ સરપંચપદ પરથી કરશનભાઇ ઢોડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સરપંચને પદેથી હટાવવા ડીડીઓનો હુકમ
કીમના સરપંચ સામે પંચાયતના ચારેક કામોમાં વહીવટી મેટરમાં ગેરરીતિ અને વહીવટી અનિયમિતતા સામે આવી હતી. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પગલાં લઈ સસ્પેન્ડ કરાયા છે. શનિવારે જ સસ્પેનશન ઓર્ડર મોકલી દેવાયો છે. - શૈલેષ ચાવડા, ટીડીઓ, ઓલપાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો