તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:સવા 4 ઇંચ વરસાદથી કીમ પાણી પાણી, નગરજનોને હાલાકી

કીમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સોસાયટીઓના માર્ગો પર પાણી

ગુરુવાર રાત્રિના ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે કીમ વિસ્તારમાં સર્વત્ર પાણી પાણી કરી દેતા જનજીવન પ્રભાવિત થયું હતું. વિવિધ સોસાયટી માર્ગો પર વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી તેમ જાણવા મળે છે. આ અંગે મળતી વિગત મુજબ હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સુરત શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી. ત્યારે એ આગાહી પ્રમાણે ઓલપાડ તાલુકામાં કાળા ડિબાંગ વાદળો ગુરુવાર સાંજથી બંધાયા હતા.

પાણી નિકાલના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો
ગુરુવાર રાત્રિના મેઘરાજાએ ગાજવીજ સાથે મનમૂકી વરસતા કીમ પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. કીમ પંથકના ગામોમાં પણ વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. કીમના અમૃત નગર, જનકપુરી સોસાયટી, ગોવિંદનગર, આશિયાના નગર, હળપતિવાસ, પોસ્ટઓફિસ રોડ સહિત વિવિધ સોસાયટીના માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. મળતી વિગત મુજબ ધોધમાર વરસાદ વરસતા કીમ વિસ્તારમાં 104 એમ.એમ વરસાદ વરસ્યો હતો. રાત્રિના સમયે વરસેલા ધોધમાર વરસાદને પગલે પાણી ભરાતા સ્થાનિકોને પાણી નિકાલના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...