તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:કોરોના કાળ દરમિયાન 444 યુનિટ રક્તદાન કરીને કીમ જિલ્લામાં પ્રથમ ક્રમે

કીમ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં સહુથી વધુ રક્ત એકત્ર કરનારા કીમનું એવોર્ડ આપી સન્માન કરાયું. - Divya Bhaskar
જિલ્લામાં સહુથી વધુ રક્ત એકત્ર કરનારા કીમનું એવોર્ડ આપી સન્માન કરાયું.
 • છેલ્લા 15 વર્ષથી રક્તદાન શિબિર યોજી ભગીરથી કાર્ય કરવા બદલ સુરત રક્તદાન કેન્દ્રએ આપ્યો એવોર્ડ

સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં રક્તદાન શિબિરમાં સહુથી વધુ રક્ત એકત્ર કરવા બદલ કીમ વિભાગને પ્રથમ ક્રમ પ્રાપ્ત થવાનું સન્માન પ્રાપ્ત થયું છે.કીમ વિભાગ કેમિસ્ટ એસોસિયેશન વિભાગની સહયોગી સંસ્થા સાથે મળી છેલ્લા 15 વર્ષથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરી આ ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ગત વર્ષે સહયોગી શાંતિવન યુવક મંડળ સાથે મળી મહા રક્તદાન શિબિર યોજી હતી. આ વર્ષે કોરોના કાળ દરમિયાન સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ 444 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. ત્યારે એક દિવસીય શિબિરમાં સુરત ગ્રામ્ય વિસ્તારોમાં સહુથી વધુ રક્ત એકત્ર કરવા બદલ “પ્રથમ” નંબર પ્રાપ્ત થયો છે.

સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરની 44મી વાર્ષિક સામાન્ય સભા અને રક્તદાન પ્રવૃત્તિના શિબિરમાં સદર ઇનામ વિતરણ કરાયું હતું. કીમ તથા આજુ બાજુના ગામોને છેલ્લા 15 વર્ષોથી રક્તની જરૂરિયાતને લગતી જટિલ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કીમ વિભાગ કેમિસ્ટ એસોસિએશને સહયોગી સંસ્થાઓ સાથે રહીને ઘણા બ્લડ કેમ્પો યોજી કરી રહ્યું છે. અને કટોકટીના સમયમાં લોહી પુરૂ પાડી અનેક લોકોની જીંદગી બચાવવામાં સહાય કરી રહ્યું છે.

કોઇ દિવસ એવો નથી ગયો કે બ્લડ માટે ફોન ન આવ્યો હોય
છેલ્લા ૧૫ વર્ષથી એક દિવસ પણ એવો નથી પસાર થયો કે કોઈનો બ્લડની જરૂરિયાત માટે ફોન આવ્યો ન હોય અને એને બ્લડ ના મળ્યું હોઈ. વિભાગની રક્તની જરૂરિયાત પૂરી કરીએ છીએ.વિભાગની સહયોગી સંસ્થા ઉપરાંત સુરત રક્તદાન કેન્દ્રનોઆ કાર્યમાં ખૂબ સહકાર રહ્યો છે.છેલ્લા 15 વર્ષમાં કિમ વિભાગ કેમિસ્ટ એસોસિએશન ને 8 ટ્રોફી સૌથી વધુ રક્ત એકત્રિત કરવામાં મળી છે અને 5 ટ્રોફી એકજ કૅમ્પમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવામાં મળી છે. > કિરીટસિંહ મહિડા, કીમ વિભાગ કેમિસ્ટ એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો