• Gujarati News
  • National
  • Kim Overbridge Was To Be Built In 18 Months, Incomplete Today Despite Being 48 Months Old

મંથરગતી:18 માસમાં બનવાનો હતો કીમ ઓવરબ્રિજ, આજે 48 માસ થયા છતાં અધૂરો

કીમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડના કીમમાં બની રહેલ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય 14મી ઓગષ્ટ 2017ના રોજ શરૂ કરાયું હતું. અને તા.13/01/2019 સુધીમાં (18 મહિનામાં )કામ પર્ણ કરવાનું હતું. પરંતુ બ્રિજ કામગીરીના નામે જાણે મજાક થતી હોય તેમ આજે 4 વર્ષ બાદ પણ બ્રિજની કામગીરી ઘણી અધૂરી જોવા મળે છે.જેથી ગ્રામજનોમાં જવાબદારો પ્રત્યે ભારો ભાર નારાજગી જોવા મળે છે.

આ અંગે કીમના જાગૃત નાગરીક અજય રામણી તંત્ર પાસે જવાબ માંગતા ફેબ્રુઆરી 2022 સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેમ જાણવા મળ્યું છે. પરંતુ કામ એવી મંથરગતીએ ચાલી રહ્યું છે કે, ફેબ્રુઆરી 2022 સુધીમાં બ્રિજ તૈયાર નહી થાય તેવું જાણકારો બતાવી રહ્યા છે. ત્યારે વર્ષોથી હાલાકી ભોગવતી પ્રજા હજુ કેટલો સમય મુશ્કેલી વેઠવી પડશે તેવા પ્રશ્નો પુછી રહી છે.

અન્ય સમાચારો પણ છે...