સ્વચ્છતાનો અભાવ:કીમ પોસ્ટઓફિસ સામે ગંદકીથી લોકો હેરાન

કીમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કીમમાં સંજયપાર્ક પાસે વર્ષોથી ગંદકી જોવા મળે છે. વખતોવખત રજૂઆત કરવા જતાં સફાઇ થતી નથી. - Divya Bhaskar
કીમમાં સંજયપાર્ક પાસે વર્ષોથી ગંદકી જોવા મળે છે. વખતોવખત રજૂઆત કરવા જતાં સફાઇ થતી નથી.
  • કાયમી રીતે ગંદકી દૂર નહીં થાય તો સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરાશે

ઓલપાડ તાલુકાના કીમ ગામે સંજયપાર્કની સામે ખુલ્લા પ્લોટમાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. કીમ પોસ્ટ ઓફિસની બિલકુલ સામેની જગ્યામાં આસપાસના રહીશો, દુકાનદારો, શાકભાજી વેચનાર ફેળિયાઓ રોજીંદો કચરો ઉપરોક્ત જગ્યાએ નાખી જતા સ્થાનિકો તેમજ ત્યાંથી પસાર થતા રાહદરીઓ, વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે.

વખતો વખત જેતે પંચાયત શાસકોને આ બાબતે રજુઆત કરવામાં આવી છે તેમ છતાં આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળે છે.ઉપરોક્ત ગંદકી સ્થળ સામેજ કીમ પોસ્ટ ઓફિસ આવેલ છે રોજિંદા અનેક લોકો આવતા હોય છે ઉપરાંત ઉપરોક્ત માર્ગેથી અનેક સોસાયટીના લોકો પસાર થતા રોજિંદી અવરજવર ધરાવતા આ રસ્તે ખડકાતી ગંદકી લોકોને અકળાવી રહી છે ત્યારે સ્થાનિક પંચાયત સદસ્યને આ બાબતે મૌખિક જાણ કરાઈ હોવાનું જાણવા મળે છે.

સ્થાનિકો આ બાબતે કીમ પંચાયતને અગાઉ લેખિત જાણ કરી હતી જોકે ફરી આ બાબતે અરજી કરી સદર ગંદકીનું કાયમી નિકાલ લાવવા માંગણી કરનાર છે ત્યારે જો તંત્ર દ્વારા ગંદકીનો નિકાલ ન થશે તો આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...