ઓલપાડ તાલુકાના નધોઈ ગામે નંદઘર આંગણવાડી યોજનામાંથી વર્ષ 2019-20માં બનેલ મકાન જર્જરિત હાલતમાં જોવા મળે છે. ખુદ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલનું ગામ હોઈ અને આગણવાડીની આ હાલત હોઈ ત્યારે લોકોમાં પ્રશ્ન ચોક્કસ ઉદભવે તે સ્વાભાવિક છે. બેથી ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં આંગણવાડીની ટાઇલ્સ તુટીને ઉખેડી ગઇ છે.
દીવાલમા દરાર પડેલી જોવા મળે છે.પરિસ્થિતિ એવી છે કે કોઇ પણ બાળકને ટાઇલસ વાગી શકે છે કે જનાવર ટાઇલસ નીચે ભરાઈને બાળકોને કરડી શકે છે. ગામના 5 વર્ષ સુધીની ઉંમરના 75 બાળકો નોંધાયેલ છે જ્યારે રોજ 25 જેટલા બાળકો આંગણવાડીમાં આવતા હોય છે. ત્યારે આ બાળકો મુશ્કેલીમાં મુકાઈ શકે તેવી નોબત ઉભી થઇ છે.
બીજી તરફ આજ ગામમાં વર્ષ 1955માં બનેલી શાળા 67 વર્ષ બાદ પણ હજીયે અડીખમ ઉભી છે
બીજી તરફ નધોઇ ગામમાં વર્ષ 1955ની સાલમા બનેલું પ્રાથમિક શાળાનું મકાન આટલા વર્ષે પણ અડીખમ ઉભું છે. ને 2 વર્ષ અગાઉ બનેલી આંગણવાડીનું પાકું મકાન જર્જરિત થઇ જાય તે વિચારવા જેવી વાત છે.
મંત્રીના ગામમાં આવી દયનીય હાલત શરમજનક
ગામમાં આંગણવાડી વર્ષ 2018/19 માં બનાવાઇતી પરંતુ એક જ વર્ષમાં જર્જરિત થઈ જવા પામી છે. જો મંત્રીના ગામમા જ આંગણવાડીની આવી હાલત તો અન્ય ગામમા કેવી હશે?કોન્ટ્રાક્ટર તેમજ જેતે અધિકારી સામેં કડક પગલા લેવાઇ એવી માગ છે. -હેમલભાઈ પટેલ, ગામ પંચાયત સભ્ય,નઘોઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.