તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Kim
 • In 'Toys Fair', The Work Of Erthan School At The National Level, The Understanding Of The Mathematics Units Of Std 3 To 5 In Simple Language Has Been Given.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:‘રમકડાં મેળા’માં એરથાણ શાળાની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ, ધોરણ- 3 થી 5 ના ગણિતના એકમોની સરળ ભાષામાં સમજ આપવામાં આવી છે

કીમ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના એરથાણ શાળા દ્વારા રજુ કરેલી કૃતિ. - Divya Bhaskar
ઓલપાડ તાલુકાના એરથાણ શાળા દ્વારા રજુ કરેલી કૃતિ.

એન.સી.ઇ.આર.ટી. નવી દિલ્હીના સંદર્ભ પત્ર અન્વયે સમગ્ર રમકડાં મેળાનું આયોજન વર્ચ્યુઅલ મોડલથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલપાડના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે આ રમકડા મેળાના આયોજન પાછળ બાળકોને તેમની જિજ્ઞાસા, સર્જનાત્મકતા,સંશોધનક્ષમતા અભિવ્યક્ત કરવા માટે મંચ પ્રદાન કરવાનું છે.આ રમકડાં મેળાનું આયોજન (1) પાયાના તબક્કા, (2) પ્રાથમિક, (3) ઉચ્ચ પ્રાથમિક, (4) માધ્યમિક, (5) ઉચ્ચતર માધ્યમિક એમ કુલ પાંચ વિભાગોમાં કરવામાં આવ્યું હતું.

મેળામાં ઓલપાડ તાલુકાનાં સીથાણ કેન્દ્રમાં સમાવિષ્ટ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત એરથાણ પ્રાથમિક શાળાએ વિભાગ - પ્રાથમિક (ધોરણ-3 થી 5) માં સી.આર.સી. કક્ષા તથા તાલુકા કક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. આ કૃતિના રજૂ કર્તા એવા શાળાના આચાર્ય અશ્વિનભાઈ મગનભાઈ પટેલે સૌની અપેક્ષા અનુસાર પોતાની બહુહેતુક કૃતિ ‘રમકડાં ગાડી’ તૈયાર કરી હતી. ધોરણ- 3 થી 5 ના ગણિત વિષયના તમામ એકમોની સરળ ભાષામાં સમજ તથા તેનો બાળકો દ્વારા ઉપયોગ, ગાડી સાથે જોડાયેલ વિવિધ શૈક્ષણિક રમતો, બાળકોની તર્કશક્તિ અને અવલોકનશક્તિનો સહજ વિકાસ ઉપરાંત બાળકો રમતા-રમતા ગણિતની અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરે એવા આયોજન થકી બનાવ્યો હતો.

આ શૈક્ષણિક ‘રમકડા ગાડી’ જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજ્યકક્ષા સુધી પહોંચીને શાળા, ગામ, તાલુકા તથા જિલ્લાને ગૌરવ પ્રદાન કરેલ છે.શાળાની વિશિષ્ટ સિદ્ધિ બદલ સમસ્ત શિક્ષક આલમે અભિનંદન આપ્યા હતા. આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાના ‘રમકડાં મેળા’ માં ભાગ લઇ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. એમ તાલુકાના પ્રચાર- પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો