ટુ વ્હીલરમાં આગ ભભૂકી:કુડસદ ગામમાં ઇલેક્ટ્રિક મોપેડ ચાર્જ કરતી વેળા સળગી ઉઠ્યું

કીમ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે જલારામ રેસિડેન્સી આવેલ છે. જ્યા આવેલ મકાન નં 165 માં દુલારચંદ પ્રસાદ બિંદ રહે છે. રવિવાર રાત્રીના 12 વાગ્યાની આસપાસ તેઓએ તેમની માલિકીનું ઇલેક્ટ્રિક ચાર્જવાળું પ્રો મોડલ વ્હીલર રજી નં-UR01UR 000 (TUNVAL LITHINOL PRO જેનો ચેસીસ નમ્બર TUNA2021 PAA 545 છે.જે રાત્રીના 12 વાગ્યે ચાર્જિંગ કરવા મૂક્યું હતું. ત્યારે ચાર્જમાં મુકયાના થોડા સમયમાંજ એકાએક ટુ વ્હીલરમાં આગ ભભૂકી ઉઠી હતી.

આગ લાગતા સ્થળ પર અફરાતફરી મચી ગઇ હતી. આગમાં ટુ વ્હીલરનો મોટાભાગનો હિસ્સો સળગી ઉઠ્યો હતો. જોકે સદર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. સદર ઘટના અંગે કીમ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...