ફરિયાદ:દારૂના કેસમાં પોલીસમાં પકડાવી દીધાની અદાવત રાખી માર મરાયો

કીમ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવ ગામે બોલાવી 4 ઈસમોએ ફરિયાદીને મારી નાખવા ધમકી

કામરેજના વાવ ખાતે ફરિયાદીને બોલાવી વિદેશી દારૂના કેસમાં બાતમી આપી હોવાની અદાવત રાખી માર મારતા ચાર વિરુદ્ધ કામરેજ પોલીસમાં ગુનો નોંધાયો હતો. મરેજના વાવથી જોખા જતા કેનાલ રોડ પર હરિક્રિષ્ના સોસાયટી,તા-કામરેજ પાસે ફરિયાદી ભરત બાબુ મોરડીયા (42) (ધંધો -જમીન લે વેચ, રહે , સાઈદર્શન સંકુલ, મોટા વરાછા સુરત,મૂળ નારીગામ, ભાવનગરના)ને ફોન કરી મહેશ રાવલ ,વાવ સૂર્યદર્શન સોસાયટી,કામરેજ,(2) શુભમ ખોખર

તથા બીજા બે અજાણ્યા પુરુષ ઈસમો જેમાં મહેશ રાવલે ફરિયાદીને જણાવેલ કે અમારી સરથાણા પોલીસ મથકમાં દારૂનો કેસ કરવાની બાતમી આપી અમને પોલીસમાં પકડાવી દીધેલ હોઈ જેની અદાવત રાખી ફરિયાદીને ફોન કરી વાવ બોલાવી એકસંપ થઈ ફરિયાદીને ગાળો આપી, માર મારી મહેશ રાવલે ફરિયાદી ભરત મોરડીયાને કુહાડી વડે જમણા પગે ફેક્ચર કરી ઇજા પહોંચાડી હતી. શુભમ ખોખર અને બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. ફરિયાદીએ કામરેજ પોલીસને જણાવતા પોલીસે મહેશ રાવલ રહે,વાવ ગામ, સૂર્યદર્શન સોસાયટી,કામરેજ,(2) શુભમ ખોખર તથા બીજા બે અજાણ્યા પુરુષ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...