તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કીમમાં બાતમી આધારે 54 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

કીમ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાાં પ્રોહીબીશન તથા જુગાર ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તથા આગામી 31 ડીસેમ્બરને ધ્યાનમા લઈ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી બાબતે સુરત ગ્રામ્ય જિલ્લામાા અસરકારક કામગીરીની સૂચના મુજબ સુરત ગ્રામ્ય એલ.સી.બી શાખાના અ.પો.કો અનિલ રામજી,પો.કો કાર્તિક ચેતનગીરીને ખાનગી રાહે બાતમી મળતા વોચ ગોઠવી હતી.બાતમી વર્ણન મુજબ હ્યુન્ડાઇ કાર નં( GJ5 CD 9628)માં મોટી માત્રામાં વિદેશી બનાવટનો દારૂ કીમ થી કઠોદરા જનાર હોવાની બાતમી મળી હતી.

જે મુજબ કાર ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી નાનીમોટી વહીસ્કી, ટીનની 54 હજાર કિંમતની 420 નંગ બોટલ મળી આવી હતી. કારચાલક મહેશ નગીનભાઈ રાઠોડ રહે, કઠોદરા (કીમ)ને ઝડપી પાડી હ્યુન્ડાઇ કાર કિંમત 50 હજાર,રોકડ 800, મોબાઈલ કિંમત 500 મળી કુલ્લે 1 લાખ 5 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો