તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડે સ્પેશિયલ:ફ્રી ભોજન પહોંચાડી કોરોના દર્દીઓની માતાની ગરજ સારતી આઠ મહિલાઓ

કીમ4 મહિનો પહેલાલેખક: દત્તરાજસિંહ ઠાકોર
  • કૉપી લિંક
કીમમાં અન્નક્ષેત્ર ચલાવતી મહિલા - Divya Bhaskar
કીમમાં અન્નક્ષેત્ર ચલાવતી મહિલા

આજે મધર્સ ડે છે ત્યારે એવી માતાઓ યાદ કરવી રહી. જે ઘર પરિવારને સંભાળે છે પણ સાથે સાથે કીમ સેવા કેન્દ્રના અન્નક્ષેત્રમાં છેલ્લા 21 વર્ષથી અવિરત વિભાગની તમામ હોસ્પિટલમાં દર્દઓને અને સગાને માટે સવાર સાંજ બે ટાઈમ નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સેવા યજ્ઞ કરી રહ્યા છે. હાલ કોરોનામાં આ માતાઓ હિંમત અને સેવાનું ઉમદા કાર્ય કરી રહી છે.

રક્ષાબહેન વાઘેલા, બીનાબેન મિસ્ત્રી, મીનાબેન વસાવા, કંચનબેન, ચંપાબેન પ્રજાપતિ, ચંદ્રિકાબેન, મધુબેન પ્રજાપતિ, મીનાબેન પટેલ આ 8 માતાઓ કોરોના કાળમાં સાધના હોસ્પિટલમાં જઇ માર્ચ મહિનામાં 2011 અને એપ્રિલ મહિનામાં 2678 ભોજન ડીશ મળી બે મહિનામાં 4689 ભોજન ડીશ નિઃશુલ્ક પ્રસાદ સ્વરૂપે દર્દીઓ અને એના સગાઓને આપી છે.

સેવા કેન્દ્રના સમર્પિત કાર્યકર બની આ 8 માતાઓના કર્મયોગની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. ત્યારે આજના મધર્સ ડે નિમિત્તે પોતાના ઘર પરિવારમાં માતા તરીકેની ફરજ અને હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં પહોંચી દર્દીઓને ભોજન આપી તેઓની પણ માતા બની ફરજ પુરી કરતા આ માતૃત્વને આજના મધર્સડે દિવસે સો સો સલામ છે.

અન્ય સમાચારો પણ છે...