તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કોરોના કાળમાં લોકોની ખરીદ ક્ષમતા ઘટતા આ ધનતેરસે સોના કરતા ચાંદી વધુ વેચાઇ

કીમ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીની અસર વૈશ્વિક ધંધા રોજગાર ઉપરાંત દિવાળી જેવા મહાપર્વ ઉપર પણ પડી છે. દિવાળીના તહેવારમાં ધનતેરસનું ખાસ મહત્વ રહેતું હોય છે. દિવાળીના આગલા દીવસે ધનતેરસના રોજ બારડોલી, કીમ, ઓલપાડ, કામરેજ સહિત જિલ્લાભરમાં સોનું ચાંદીની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી.જોકે આ વર્ષે લોકોએ સોના કરતા ચાંદી પર પસંદગી ઉતારી હતી. જે સામે કોરોના ઇફેક્ટ, ટેક્સટાઇલ મંદી, વૈશ્વિક મંદીમાં વધતા સોનાના ભાવ, સહિત પરિબળો કારણભૂત માનવામાં આવે છે. સોનાના ભાવ વધારાને કારણે બજારોમાં સોનાનો 47,500નો ભાવ અને ચાંદી 600ની નજીક હોય, ત્યારે દર વર્ષ કરતા સોના કરતા ચાંદીનું વેચાણ વધ્યું હોવાનું જાણવા મળે છે.

સોનુ ખરીદતા ગ્રાહકોએ પણ ચાંદી ખરીદી
દર વર્ષ કરતા આ વર્ષે ધનતેરસ અલગ રહી છે.લોકોએ ધનતેરસ ઉપર સોનાચાંદીની ખરીદી કરી તહેવાર ઉજવ્યો પણ કોરોના ઇફેક્ટની અસર,મંદીને લીધે લોકોની આર્થિક ખરાબ સ્થિતિ સાથે સોનાના વધેલા ભાવની અસર જોવા મળી છે.સોના કરતા લોકોએ ચાંદીની ખરીદી કરી તહેવારમાં પોતાની હાજરી પુરાવી હતી.જેથી ગત વર્ષ કરતા ધંધાકીય આર્થિક અસર પણ જોવા મળી છે.જે લોકો દર વર્ષે ધનતેરસે સોનુ ખરીદતા એવા ગ્રાહકો પણ આ વર્ષે ચાંદી ઉપર પસંદગી ઉતારી હતી.- સુરેશભાઈ સોની, જવેલર્સ -કીમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો