તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Kim
 • DFCC's Approval For Overbridge Operation At Railway Boundary In Kim, Tantra Claims To Be The First 72 Meter Span Forlane Bridge In Kim

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કીમમાં આખરે રેલવે હદમાં ઓવરબ્રિજ કામગીરી માટે DFCCની મંજૂરી, કીમમાં બનનારો 72 મિટરના સ્પાન વાળો ફોરલેન બ્રિજ ગુજરાતમાં પ્રથમ હોવાનો તંત્રનો દાવો

કીમ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મંજૂરી માળતા કિમના ફાટક પાસે બ્રિજનું કામ શરૂ થતા અવાર-નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. - Divya Bhaskar
મંજૂરી માળતા કિમના ફાટક પાસે બ્રિજનું કામ શરૂ થતા અવાર-નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.

ઓલપાડના કીમ રેલવે ફાટક 158 બી ઉપર બની રહેલ ઓવરબ્રિજમાં રેલવે હદમાં ઘણા સમયથી અટવાયેલી કામગીરીને આખરે રેલવે સત્તાવાળાઓ દ્વારા મંજૂરીની મહોર મારતા ગ્રામજનોમાં આનંદની લાગણી સાથે બ્રિજ ઝડપભેર પૂર્ણ થવાની આશા જાગી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.આ અંગે રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કીમ રેલવે ફાટક 158 બી ખૂબ વ્યસ્ત ફાટક હોઈ જેના ઉપર વર્ષોની માંગ બાદ બ્રિજ નિર્માણનું કામ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે.

અતિ મંથરગતિ અને રેલવે હદમાં કરવાની ડિઝાઇન સંબંધી કામગીરી ઘણા સમયથી મંજૂરી વિના અટકી હોઈ ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ સંપૂર્ણ ઓવરબ્રિજમા રેલવે હદમાં થનાર કામગીરીની ડિઝાઇન પાસ થઈ હોવાનું જાણવા મળે છે. માર્ગ મકાન વિભાગ દ્વારા જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગ કરી મુંબઈ સ્થિત રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓને ફાઇલ મોકલવામાં આવી હતી.

કેટલાક મહિનાઓથી આ ફાઇલ અટવાઈ હોઈ ત્યારે સદર બાબતે સ્થાનિક જવાબદારો દ્વારા વખતો વખત રજુઆત બાદ માર્ગ મકાન વિભાગે કરેલ જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગને આખરે બરોડા રેલવે ડિવિઝનના ડીઆરએમને કર્યા બાદ ડેડીકેટેડ ફેઈટ કોરિડોર (DFCC) દ્વારા મંજૂરીની મહોર મારી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગત મુજબ રેલવે હદમાં 12 જેટલા સ્ટીલ ગડર બનશે તેમજ 72 મિટરના સ્પાન વાળો ફોરલેન બ્રિજ બનશે જે ગુજરાતમાં કીમ ખાતે પ્રથમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે ગ્રામજનોમાં આનંદની લાગણી સાથે બ્રિજ કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો