• Gujarati News
  • National
  • Despite Losing Her Husband And Son Within 1 Month, Oshiala Did Not Become Self reliant

વિશ્વ મહિલા દિવસ વિશેષ:1 મહિનામાં જ પતિ અને દીકરાને ગુમાવ્યો છતાં ઓશિયાળા નહીં આત્મનિર્ભર બન્યા

કીમ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હંસાબેન પઢીયાર - Divya Bhaskar
હંસાબેન પઢીયાર
  • ટુર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે ગૃહ ઉધોગ કરી કીમના 61 વર્ષીય હંસાબેન બન્યા બિઝનેસ વુમન

આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આજના દિવસે કીમની એક એવી પ્રેરણાદાયી મહિલાની વાત કરીશું જે પોતાના પતિ અને પુત્રના અવસાન બાદ સાહસ, મજબૂત મનોબળ સાથે હિંમત હાર્યા વિના ભાડેથી ટુર ટ્રાવેલ્સનો વ્યવસાય કરી 61 વર્ષની ઉંમરે સ્વમાનભેર ભાડાના મકાનમાં રહી જીવન જીવી રહ્યા છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ રંગકૃપા સોસાયટીમાં ભાડેના એક નાનકડા રૂમમાં રહેતા હંસાબેન કેસરીસિંહ પઢીયાર 61 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે અને સામાન્ય તકલીફમાં હિંમત હારી જતા યુવક યુવતીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે.

હંસાબેનના પતિ અને પુત્ર સાથે ભાડેના મકાનમાં રહેતા હતા. પતિ અને પુત્ર ફેકટરીમાં નોકરી કરતા અને હંસાબેન પણ એક ખાનગી શાળામાં સેવિકા તરીકે નોકરી કરતા અને કમિશન પર નાનકડો પ્રવાસ કરાવતા હતા. ખૂબ સામાન્ય સ્થિતિમાં જીવતા પરિવારના માથે 2014ની સાલમાં જાણે આભ તુટી પડ્યું હતું. અપૂરતા સંશાધન વચ્ચે આનંદથી જીવતા પરિવારમાં એકજ માસમાં હાર્ટએટેકથી પતિ કેસરીસિંહનું નિધન અને ત્યારબાદ અકસ્માતમાં જુવાનજોધ પુત્ર ચિરાગનું અકસ્માતમાં દુઃખદ નિધન હંસાબેનને નોંધારા બનાવી દીધા હતા. હંસાબેનના જીવનમાં એકાએક અંધકાર વ્યાપી ગયો.

પરિવાર મદદે આવ્યો પણ ક્યાં સુધી કોઇના ઓશિયારું થઈ રહેવું, એ વિચારે જીવવા ટેવાયેલા હંસાબેને પોતાના ભાડેથી કરતાં ટુર્સ ટ્રાવેલ્સના ધંધામાં મન લગાવી ઘરે ઘરે ફરી લોકોને પ્રવાસ કરાવવા લાગ્યા. ધીમે ધીમે ગુજરાત બહારના પ્રવાસના આયોજન કરવા લાગ્યા. લોકોને પ્રવાસનો આનંદ કરાવતા કરાવતા એ હંસાબેન પણ પતિ અને પુત્રના મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળતા ગયા. આજે 61 વર્ષની ઉંમરે પણ સુગર અને પ્રેશરની બીમારી વચ્ચે પણ હંસાબેન લોકોને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીનો પ્રવાસ ખૂબ સારા આયોજન સાથે એકલે હાથે કરી રહ્યા છે.

પ્રવાસમાં હોટલ, ટ્રાવેલ્સ, રસોડું, પાપડ, વેફર્સ, ટિફિન જેવા કામો કરી અનેક પડકારો સ્વીકારી હિંમતથી સ્વમાનનો રોટલો ખાતા હંસાબેન અન્યો માટે પ્રેરણાદાયી બન્યા છે. આજે વિશ્વ મહિલા દિવસે હંસાબેનની હિંમત, પુરુસાર્થ,અને સાહસ સાથેના સન્માનભર્યા જીવનને સલામ છે.

પતિ-પુત્ર ગુમાવતા ભાંગી પડી, ઇશ્વરે હિંમત આપી
એક જ મહિનામાં પતિ અને દીકરાના મૃત્યુ બાદ હું ભાંગી પડી હતી. શુ કરવું સુઝતું ન હતું. પરિવાર મદદે આવ્યો પણ મારે કોઈના ઓશિયાળા બનીને જીવવું ન હતું.ભગવાને મને હિંમત આપી. મારો નાનકડો ટુર્સ ટ્રાવેલ્સ ભાડે ચલાવવાનો ધંધો મોટો કર્યો. ગુજરાતના અને ભારતના દૂરના સ્થળોનો પ્રવાસ શરૂ કર્યો. ચાલતા ચાલતા લોકોના ઘરે ઘરે જઈ પ્રવાસ માટે મુસાફરો કરું. પ્રવાસ સિવાયના સમયમાં વેફર, પાપડી, ટિફિન બનાવી જીવન નિર્વાહ ચલાવું છું. - હંસાબેન પઢીયાર, કીમ

અન્ય સમાચારો પણ છે...