અકસ્માત:બાઇક આડે ડુક્કર આવતા પટકાયેલા ચાલકનું મોત

કીમ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાદના યુવકને કદરામા પાસે અકસ્માત

ઓલપાડ તાલુકાના કદરામાં પાટિયા પાસેથી પસાર થતી મોટરસાઇકલ વચ્ચે ડુક્કર આવી ચઢતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલકનું મોત નીપજ્યું હતું.આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના તળાદ ગામે રહેતા અશ્વિનભાઈ ખુશાલભાઈ પટેલ (રહે તળાદ તા-ઓલપાડ) તેમના મિત્ર સોમાભાઈને પાછળ બેસાડી તેઓની મોટરસાઇકલ નં GJ5 JN 4925 લઈ કદરામા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ સમયે તેઓની મોટરસાઇકલ વચ્ચે ડુક્કર આવી ચઢતા અકસ્માત સર્જાયો હતો. ડુક્કર આવી ચઢતા અકસ્માત થતા મોટરસાઇકલ સવાર બન્ને રસ્તા પર પટકાયા હતા,

જેમાં અશ્વિનભાઈ પટેલને માથા અને હાથ પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...