તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધી બાપુના શબ્દો:91 વર્ષ પૂર્વે ઉમરાછીમાં કહ્યું હતું કે, ‘દાંડીને હરિદ્વાર માન્યું છે, પરમેશ્વરના દર્શન મારે આમ કૂચ કરીને જ કરવા છે’

કિમએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રાક્ષસી રાજ હોય ત્યાં સુધી મોક્ષ નહીં - Divya Bhaskar
રાક્ષસી રાજ હોય ત્યાં સુધી મોક્ષ નહીં

મહાત્મા ગાંધી પ્રેરિત ઐતિહાસિક દાંડી યાત્રા ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામેથી સુરત જિલ્લામાં પ્રવેશી હતી. ગાંધીજીએ અહીં રાતવાસો કરી સભા સંબોધી હતી. આઝાદીના 75 વર્ષ ઉજવણીના ભાગરૂપે ‘અમૃત મહોત્સવ’ તરીકે ભવ્ય મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.ત્યારે ગત 12 માર્ચ 2021 ના રોજ અમદાવાદથી નીકળેલ દાંડીયાત્રા 28 માર્ચ આજરોજ સાંજે ઉમરાછી ગામે આવી પહોંચશે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અમદાવાદથી દાંડી જવા નીકળેલ દાંડીયાત્રા આજે ભરૂચ જિલ્લો છોડી સુરત જિલ્લામાં ઉમરાછી ગામે પ્રવેશ કરશે.જેના સ્વાગત માટે તડામાર તૈયારીઓ પુરી કરી દેવાય છે.ત્યારે 91 વર્ષ પૂર્વે કીમ નદી ઉપર વાંસનો પુલ બનાવી સાથીઓ સાથે પૂ.બાપુએ ઉમરાછી ગામે પ્રવેશ કરી રાતવાસો કર્યો હતો.

અહીં બાપુએ રાતવાસો કર્યો હતો
ગામમાં એ સમયે ઉત્સવમય માહોલ હતો. વેડછી આશ્રમના સાધકો, અરુણ ટુકડીના સભ્યો, ઓલપાડ તાલુકાના કાર્યકતાઓએ ઉમરાછી ગામના લોકો સાથે મળી કીમ નદી પર વાંસનાતરાપાનો કલાત્મક પુલ બનાવી દીધો હતો.એ પુલ પરથી પૂ.બાપુ અને એમના સાથીઓ ઉમરાછી ગામે પહોંચ્યા હતા. મહાનુભવો મીઠુબેન પીટીટ, ડૉ.સુમંત, કાનજીભાઈ દેસાઈ, કલ્યાણજીભાઈ, કુંવરજીભાઇ, જુગતરામભાઈ અને ભજનિક ઉમેદરામભાઈએ પૂ.બાપુ અને સાથી દાંડીયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. અહીં ગાંધીજીએ રાત્રી રોકાણ કર્યું હતું. અહીં પૂ.બાપુએ રાત્રી નિવાસ કર્યો હોય લાખોના ખર્ચે યાત્રીઓ માટેના રહેઠાણની, પુસ્તકાલયની સુવિધાઓ જોવા મળે છે. પરંતુ વ્યવસ્થાતંત્રના ઉપરોક્ત સ્મારકની મુલાકાત લોકો વધુ લે તેવા પ્રયાસો વર્ષ દરમિયાન નથી થતા જોવા મળતા જેથી બે વર્ષમાં માત્ર 12 જેટલા વ્યક્તિઓની મુલાકાત એની ગવાહી પુરે છે.

પરમેશ્વરના દર્શન કૂચ કરીને જ કરવા છેઃ બાપુ
આગામી દિવસોમાં વ્યવસ્થા તંત્ર આ દિશામાં યોગ્ય કામગીરી કરે જેથી પુ.બાપુનો વિચાર જન જન સુધી પહોંચી નાગરીક ચેતનાનો સંચાર થાય અને દેશ ખરા અર્થમાં આઝાદ થયાનું ફળીભૂત થાય. હાલ તો તંત્ર દ્વારા આજના દાંડિયાત્રાની તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. રાત્રિ ભાષણમાં બાપુએ કહ્યું આપણે દાંડીને હરિદ્વાર માન્યું છે. તો હરિદ્વાર જેવા પવિત્ર ધામમાં જવાની લાયકાત આપણે મેળવીએ. 61 વર્ષે કૂચ કેવી ? જો જવું હોય તો હિમાલયની યાત્રાએ જવું મોક્ષ તો મળે! પરમેશ્વરના દર્શન તો થાય! પણ હું તો ઉલટો ધર્મ શીખ્યો છું. મારે દર્શન તો આમ કુચ કરીને જ કરવા છે. તમારા દર્શન કરી તમને એમાં ભાગ લેવા યાચના કરું છું. કારણ જ્યાં સુધી દેશમાં રાક્ષસી રાજ છે તેમાં ઉથલ પાથલ ન થાય ત્યાં સુધી આપણે બધા એમાં ભાગીદાર છીએ. એવો ભાગીદાર છેક ધવલગીરી સુધી જાય તોય તેને મોક્ષ નહિ મળે. એ બાપુએ ભાષણમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો