તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kim
  • Couple's Sevayagna: 23 Years Ago Increased Food At Home Was Given To The Hungry, Then Started Making A Little More, Today All The Hospitals In Kim Are Given Free Meals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:દંપતીનો સેવાયજ્ઞ :23 વર્ષ પહેલા ઘરમાં વધેલું ભોજન ભૂખ્યાને આપતા હતા, પછી થોડું વધારે બનાવવાનું શરૂ કર્યું, આજે કીમની તમામ હોસ્પિટલમાં ફ્રી ભોજન અપાય છે

કીમ2 મહિનો પહેલાલેખક: દત્તરાજસિંહ ઠાકોર
  • કૉપી લિંક
કીમના દંપતીએ રાંધેલું વધેલું ભોજન ખવડાવવાનો શરૂ કરેલ સેવાયજ્ઞ આજે મોટું વટવૃક્ષ બની અસંખ્ય લોકોની આતરડી ઠારી રહ્યો છે.   - Divya Bhaskar
કીમના દંપતીએ રાંધેલું વધેલું ભોજન ખવડાવવાનો શરૂ કરેલ સેવાયજ્ઞ આજે મોટું વટવૃક્ષ બની અસંખ્ય લોકોની આતરડી ઠારી રહ્યો છે.  

પોતાના ઘરે જમવાનું વધે તે લઈ કીમ રેલવે સ્ટેશન પર જઈ ભુખ્યાને ભોજન કરાવવાનું પતિ- પત્નીએ શરૂ કરેલ સેવાકાર્ય આજે 23 વર્ષ બાદ કીમ વિભાગની તમામ હોસ્પિટલોમા 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન પહોંચાડવા સાથે શ્રી રામકૃષ્ણ- વિવેકાનંદ સેવા કેન્દ્રની રચના કરી 16 જેટલી વિવિધ સેવાપ્રવૃત્તિઓ આજે સવા કરોડના સુવિધાયુક્ત સંસ્થાના પોતાના મકાનમાં કાર્યરત થઈ જરૂરિયાતમંદ લોકોની જનેતા પુરવાર થઇ રહી છે.

વિગત મુજબ કીમમાં શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા કેન્દ્ર કાર્યરત છે. કીમના સદ ગૃહસ્થ નિવૃત શિક્ષક શ્રી નાગરભાઈ લાડ અને તેમના ધર્મ પત્ની પુષ્પાબેને આજથી 23 વર્ષ પૂર્વે પોતાના ઘરમાં વધે તે ભોજન બનાવી કીમ સ્ટેશન પર ગરીબોને આપવા જતા.થોડા દિવસો પછી વિચાર આવ્યો વધે તો નહીં પણ આ નિમિતે થોડું વધુ બનાવી ભોજન ગરીબોને આપવા લાગ્યા અને ત્યાર શરૂ થયેલું આ સેવાકાર્ય વિરાટ થતું ગયું.

જેના ફળ સ્વરૂપે આજે કીમની હોસ્પિટલમાં કાયમી અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. પહેલા હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દી અને સગાને સવાર સાંજ ભોજન આપવાનું શરૂ કર્યું. વર્ષ 2000ની સાલમાં સ્વામી સચ્ચીદાનંદજીના હસ્તે અન્નક્ષેત્ર શરૂ કરી કીમની તમામ હોસ્પિટલમાં સવાર સાંજ ભોજન આપવાનો સેવાયજ્ઞ શરૂ થયો. આજે અત્યારસુધી સાડા પાંચ લાખ દર્દી સહિત ગરીબ સ્વજનોને પોષ્ટિક ભોજન પ્રસાદ સ્વરૂપે અપાયો છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા અન્ય 16 જેટલી સેવા પણ પહોંચાડાઇ રહી છે.

સંસ્થા દ્વારા અપાતી વિવિધ સેવા

  • 5.50 લાખ લોકોને અન્ન સેવા હેઠળ ભોજન
  • 137 વિવિધ આરોગ્ય શિબિરો
  • 1820 વિદ્યાર્થી નિઃશુલ્ક ટ્યુશન વર્ગ
  • 7000 લોકોને યોગ વર્ગો
  • 1 લાખથી વધુ વાંચકોએ પુસ્તકાલયનો લાભ લીધો
  • 21,792 લોકોને હોમિયોપેથીક ચિકિત્સાનો લાભ
  • 9372 લોકોએ આયુર્વેદિક ચિકિત્સાનો લાભ લીધો
  • 27676 એક્યુપ્રેશર
  • 11840 આંખ વિભાગ
  • 344 બાળકોને ગદાધર પ્રકલ્પનો લાભ

ખ્યાલ ન હતો કે નાનકડી સેવા વટવૃક્ષ બની જશે
નાગરભાઈ લાડ, સેવા શરૂ કરનાર અને મુખ્ય ટ્રસ્ટી સેવા કેન્દ્ર કીમ એ જણાવ્યુ કે, આ સંસ્થા સ્વામી વિવેકાનંદજીના આદર્શોને વરેલી છે. 23 વર્ષ પહેલા કલ્પના ન હતી કે સેવાનો વિસ્તાર આટલો વ્યાપક થશે.પ્રભુની કૃપા,સંતોના આશીર્વાદ,સમર્પિત કર્મચારીઓ અને વિભાગની જનતાના તન,મન અને ધનથી મળેલા અનન્ય સહકારથી નાનકડી સેવા આજે વટવૃક્ષ બની છે.ભગવાને આવી સેવા કરવાની તક જીવનમાં આપી તે બદલ ભગવાનનો આભાર.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો