તપાસ:કઠોદરામાં પત્નીને કમ્પાઉન્ડર પતિએ ઇન્જેકશન આપતા રિએકશનથી મોત

કીમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્ની બીમાર હોવાથી પતિ ઘરે જ સારવાર આપતો હતો
  • સુરત સ્મિમેરમાં સારવાર દરમિયાન પત્નીએ દમ તોડ્યો

ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે રહેતી 28 વર્ષીય બીમાર પરિણીતાને ઇન્જેકશનનું રીએક્શન થતાં સારવાર દરમિયાન સુરત ખાતે મોત થયું હતું.આ ઘટના અંગે પોલીસે આઈપીસી કલમ 174 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે રહેતા ઉઝમા મુસ્તાન સૈયદ (28) રહે છે. ઉઝમાબેન ઘણા સમયથી બીમાર રહેતા હતા, જેથી તેઓને ઇન્જેક્શન આપવાની જરૂર પડતી હતી. તેમના પતિ કમ્પાઉન્ડર હોઈ જેથી તેઓજ ઘરે જ પત્નીને ઇન્જેક્શન મૂકી આપતા હતા. ત્યારે તેમના કમ્પાઉન્ડર પતિએ ગત તારીખ 16/12/2021 ના રોજ એન્ટિબાયોટિક ઇન્જેક્શન આપ્યું હતું. ઇન્જેક્શન આપતા થોડા સમય બાદ ઉઝમાબેનના શરીરમાં રિએક્શન થયું હતું.

રિએક્શન વધતા ઉઝમાબેનને સુરત સ્મીમેર હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ ઉઝમાબેનને મૃત જાહેર કરી હતી. સદર ઘટના અંગે કીમ પોલીસે આઇપીસી કલમ 174 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત િજલ્લામાં અવાર-નવાર ઊંટ વૈદ્યોને લઇને દર્દીઓના જીવ જોખમમાં મુકાતા રહ્યાં છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં સમયાંતરે આવતા રહ્યા છે.

પરંતુ પોતાના જ ઘરમાં પત્નીને એન્ટિબાયોટિક ઈન્જેક્શન આપતા અચાનક તબિયત લથડી અને આખરે કંપાઉન્ડર પતિના કારણે જ પત્નીએ યોગ્ય સારવારના અભાવે આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગાઉથી જ ઉઝમા સૈયદને યોગ્ય સારવાર મળી હોતતો તેમની સાથે આવી દુઃખદ ઘટના ઘટી ન હોત. પોતાના જ પતિના હાથે ઈન્જેક્શન લીધા બાદ પત્નીના મોતથી સંસાર ખોરવાયો હતો. આ ઘટનાને પગલે કડોદરા પંથકમાં ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...