હત્યાનો ભેદ ઉકેલાયો:કુડસદ ગામમાં વૃદ્ધની હત્યા બિલ્ડીંગમાં રહેતા યુવકે કરી હતી

કીમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે હત્યારાને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું હતું. - Divya Bhaskar
પોલીસે હત્યારાને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું હતું.
  • કુડસદ ગામમાં વૃદ્ધની હત્યા બિલ્ડીંગમાં રહેતા યુવકે કરી હતી

ઓલપાડના કુડસદ ગામે રાત્રી દરમિયાન ઘરમાં એકલા રહેલા 65 વર્ષીય વૃદ્ધની તીક્ષણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે બુધવારે લોકોના નિવેદનો નોંધી પૂછપરછમાં શંકા આધારે વૃદ્ધની બિલ્ડીંગમાં બાજુમાં જ ભાડુઆત તરીકે રહેતા યુવકે કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ભાડુઆતની ધરપકડ કરી હતી. હત્યા સ્થળેથી મળેલ તૂટેલી બંગડી અને નિરોધના પેકેટ બાબતે હત્યારા યુવકે પોલીસને ગેરમાર્ગે દોરવા પોતે જ મુક્યા હોવાની પણ કબૂલાત કરી હોવાનું જાણવા મળેલ છે.

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ગતરોજ રાત્રીના મુન્ના એજન્સી વિસ્તારમાં ચામુંડા ભવનના માલિક 65 વર્ષીય વાલજીભાઈ રામજીભાઈ સોલંકી ( 65 ) વૃદ્ધની ઘરમા જ તિક્ષણ હથિયારો વડે હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનામાં કીમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હત્યામાં વપરાયેલ ચપ્પુ,પેચ્યું સહિત જરૂરી ચીજ કબજે લઈ હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે લીધેલ નિવેદનો અને જરૂરી પૂછપરછમાં શંકા આધારે ભાડુંઆત તરીકે રહેતા વિનુભાઈ પરમાર હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. જ્યારે હત્યાની ઘટનાનું હત્યારાને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસેને હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી. હત્યા કરવા પાછળનું કારણ કોઈક બાબતે બોલચાલી થતા વૃદ્ધ વાલજી પરમારની ઘાતકી હત્યા કરી હોવાની વાત બહાર આવી હતી.

જ્યારે ઘટના સ્થળેથી મળેલ કોન્ડોમ, મરચાની ભૂકી, તૂટેલી બંગડીઓ હત્યારાએ મૂકી હતી, પોલીસને તપાસમાં ગેરમાર્ગે દોરવા તરકીબ અજમાવી હોવાની વાત સામે આવી છે. હત્યારાએ નજીકની ગટરમાં મૃતકનો મોબાઈલ ફેંકી દીધો હોઈ જેને પોલીસે કબજે લીધો હતો. જોકે હાલ પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...