તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ કેન્સર દિવસ વિશેષ:જે દર્દીને મલેરિયા હોવાનું સમજ્યા હતા, તેનું મોત બ્લડ કેન્સરથી થયાનું જાણ્યું, ને બન્યા કેન્સર સ્પેશિયાલિસ્ટ

કીમ22 દિવસ પહેલાલેખક: દત્તરાજસિંહ ઠાકોર
 • કૉપી લિંક
 ડૉ. કાર્તિક પુરોહિત, બ્લડકેન્સર સ્પેશ્યાલીસ્ટ એશિયન હોસ્પિટલ ઓફ મેડિકલ સાયન્સ,ફરીદાબાદ - Divya Bhaskar
 ડૉ. કાર્તિક પુરોહિત, બ્લડકેન્સર સ્પેશ્યાલીસ્ટ એશિયન હોસ્પિટલ ઓફ મેડિકલ સાયન્સ,ફરીદાબાદ
 • એક ઘટના એવી જેણે એમડી ડોક્ટરને કેન્સર નિષ્ણાંત બનાવી દીધા

સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો કેન્સરના રોગથી મૃત્યુ થાય છે. જાણકારી મુજબ ભારતમાં જ દર વર્ષે કેન્સરથી 8 થી 10 લાખ લોકો જીવ ગુમાવે છે. આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે વાત એવા તબીબની જેઓ ઓલપાડ તાલુકાના કીમ જેવા નાના ગામમાં પ્રાથમિક અભ્યાસ કરી દેશના 100 થી પણ ઓછા બ્લડ કેન્સર સ્પેશ્યલીસ્ટમાં જગ્યા બનાવનારા ડો.કાર્તિક અનિલભાઈ પુરોહિત.

વર્ષો પહેલા તેઓની MD તરીકેની પ્રેક્ટિસ કીમ,અમરોલીમાં ચાલતી ત્યારે એક પેશન્ટ આવ્યો જેના પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ ગયા હતા.તેથી એવું માનવામાં આવે છે કે પ્લેટનેટ કાઉન્ટ ઓછા આવે એને ડેન્ગ્યુ,મલેરિયા જેવા રોગ હોઈ શકે પણ એ પેશન્ટ ટૂંકા સમયમાં મૃત્યુ પામ્યો.પછી મેં એમાં રસ લીધો ને જાણવા મળ્યું કે તે વ્યક્તિને બ્લડ કેન્સર હતું.જો બ્લડ કેન્સરની અગાઉ પકડાઇ ગયું હોત તો તેનો જીવ બચી શક્યો હતો.

બસ આ વાતનો વસવસાએ એક એમડી ડોક્ટરને કેન્સરના સ્પેશ્યિાલિસ્ટ બનવાની પ્રેરણા આપી અને આજે તેઓ અનેક કેન્સરના દર્દીઓનો જીવ બચાવવામાં સફળ થયા છે.

સોલિડ અને લિક્વિડ બંને કેન્સરના નિષ્ણાંતો અલગ
સોલીડ અને લિકવીડ એમ 2 પ્રકારના કેન્સર હોય છે.પહેલા એકજ કેન્સર ડોકટર તમામ પ્રકારના કેન્સરની સારવાર કરતા.₹ હતા.હવે એમ નથી રહ્યું હવે સોલીડ કેન્સર એટલેકે ગળા,બ્રેસ્ટ,કાન,મોઢું વિગેરે જેવા કેન્સરના અલગ ડોકટર સારવાર કરતા હોય છે અને લિક્વિડ કેન્સર એટલેકે બ્લડમાં થતા કેન્સરના અલગ ડોકટર સારવાર કરતા હોય છે.જેથી દર્દીની સારવાર અને પહેલા કરતા ટ્રીટમેન્ટ વિકસિત થઈ છે.

સેલ્યુર થેરાપીથી કેન્સરના સેલનો સફાયો
નજીકના ભવિષ્યમાં કેન્સરથી દર્દીઓ સારા થશે ન થાય તો દર્દી સારું જીવશે. પહેલા કેન્સર એટલે કેન્સલ એમ માનવામાં આવતું. પણ રિસર્ચ આ રોગ સામે હાઇલેવલ પર ચાલે છે. કેન્સર માટે સેલ્યુલર થેરાપી વિકસી છે.જેથી હવે કેન્સર સ્પેસિફિક સેલ(CAR-T cells) બ્લડમાં છોડવામાં આવે છે.જે બ્લડમાં રહેલા કેન્સર સેલને જ મારે છે. બ્લડ કેન્સર થવાના 99 ટકા કોઈ ચોક્કસ કારણો આજદિન સુધી શોધી શકાયા નથી.વાયરસથી બ્લડ કેન્સર થવાની શકયતા 1 ટકા છે.એડવાન્સ મેડીસીન,બોર્ન મેરો ટ્રાન્સપલાન્ટ,અને છેલા બે ત્રણ વર્ષથી કેન્સર સ્પેસિફિક સેલ નવું ઇનોવેશન છે.નજીકના ભવિષ્યમાં આ રિસર્ચ આગળ વધતા ઘણા લોકો નવી વિકસિત ટ્રીટમેન્ટથી કેન્સરથી સારા થઈ જશે અને ઘણા સારા ન થાય તો તેઓ સારું જીવન જીવી શકશે. > ડૉ. કાર્તિક પુરોહિત, બ્લડ કેન્સર સ્પેશ્યાલીસ્ટ એશિયન હોસ્પિટલ ઓફ મેડિકલ સાયન્સ,ફરીદાબાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો