તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આડેધડ ખોદકામથી પ્રજામાં રોષ:કીમમાં આડેધડ ખોદકામથી રાંધણ ગેસ લાઇન તૂટતા નાસભાગ મચી

કીમએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કીમ ઓવરબ્રિજની કામગીરી વેળા ખોદકામ કરતી વેળા ગેસ લાઇન તૂટી હતી. - Divya Bhaskar
કીમ ઓવરબ્રિજની કામગીરી વેળા ખોદકામ કરતી વેળા ગેસ લાઇન તૂટી હતી.
 • બ્રિજ નિર્માણ સ્થળે જવાબદાર તંત્રને જાણ કર્યા વિના થતા આડેધડ ખોદકામ
 • ગેસ કંપનીએ જણાવ્યું ખોદકામ વેળા અમને જાણ કરાતી નથી, છાશવારે પ્રજા પરેશાન

ઓલપાડ તાલુકાના કીમ ગામે મુખ્યમાર્ગ પર રંગકૃપા નજીક પસાર થતી રાંધણ ગેસની લાઇન લિકેજ થતાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. બ્રિજ નિર્માણ સ્થળે જવાબદાર તંત્રને જાણ કર્યા વિના થતા આડેધડ ખોદકામથી પ્રજામાં રોષ છે. કીમમાં ઓવરબ્રિજની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. તેનાથી સ્થાનિકો ભારે હેરાન થઈ રહ્યા છે. ત્યારે મંગળવારે બપોરના સમયે ઓવરબ્રિજ સાઈડમાં એપ્રોચ રોડનું જવાબદાર તંત્રને જાણ કર્યા વિના કામગીરી કરતા સમયે જેસીબીથી આડેધડ ખોદકામ કરતા ત્યાંથી પસાર થતી ગુજરાત ગેસની લાઇન તોડી નાખતા ગેસ લિકેજની ઘટના બની હતી. જેથી સ્થાનિકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.

સદર ઘટના બનતા ગેસ લિકેજને લીધે સ્થળે નાસભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે તાત્કાલિક કોસંબા સ્થિત ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગેસ લિકેજ બંધ કરી યોગ્ય કામગીરી આરંભી હતી. ગુજરાત ગેસના ઇન્ચાર્જ કપિલ વાઘેલાએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં કર્મચારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમને ખોદકામ વેળા જાણ કરાતી નથી તેથી આવી ઘટના બને છે.

કીમમાં ઓવરબ્રિજની મંથરગતિએ ચાલતી કામગીરીથી લોકો હેરાન છે ત્યારે આડેધડ ખોદકામથી પીવાના પાણીની લાઈનો અને ગેસ લાઈનો તૂટવાના બનાવો છાશવારે બની રહ્યા છે. સ્થાનિક પંચાયત તંત્ર હોઈ કે ગુજરાત ગેસ કંપનીને જાણ કર્યા વિના થતી કામગીરીને લીધે સ્થાનિકોમાં જવાબદાર કોન્ટ્રાકટર સહિત તંત્ર વિરુદ્ધ રોષ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો