તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુના શબ્દો:91 વર્ષ પહેલા બાપુએ કહ્યું હતું: સ્વરાજ માટે કાગડા અને કૂતરાની મોતે મરીશ પણ પાછો તો નહીં જ ફરું

કીમએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ભટ ગામની પ્રાથમીકશાળા અને ગાંધીજીની સભાની યાદગાર તસવીરો - Divya Bhaskar
ભટ ગામની પ્રાથમીકશાળા અને ગાંધીજીની સભાની યાદગાર તસવીરો
 • બાપુએ ભટગામની સભામાં કહ્યું હતું

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામેથી સુરત જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રા 29 મી માર્ચના રોજ ભટગામ આવી પહોંચી હતી.ગાંધીજીએ અહીં રાતવાસો કરી સભા સંબોધી હતી.ઐતિહાસીક દાંડીયાત્રાને 75 વર્ષ થતા સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ભવ્ય મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.ત્યારે ગત 12 માર્ચ 2021 ના રોજ અમદાવાદથી નીકળેલ દાંડીયાત્રા 29 માર્ચ આજરોજ ભટગામ ગામે આવી પહોંચશે. ઉમરાછી બાદ એરથાણથી નીકળી દાંડીયાત્રા ભટગામ જવા નીકળી હતી.રસ્તો ખરાબ હતો ને અંધારામાં ચાલવાનું હતું.

તેથી ગેસની બે બત્તીઓ માથે ઊંચકીને બે કાઠિયાવાડી મજૂરો ચાલતા હતા.આ દુબળા મજૂરના માથે ભાર હતો એ દૃશ્ય જોઈ જતા ગાંધીજીનો રોષ વધ્યો હતો.અને તેમણે રોષ સાથે લાબું ભાષણ કર્યું કે આજે જેને આપણે વસવાયા માનીએ છીએ તેવા માણસને માથા પર બત્તી જડેલો બાજઠ મેલીને આગળ ચલાવવામાં આવતો હતો. આપણે કહીએ છીએ કે સ્વરાજમાં વેઠ નહિ ચાલે આમ કહેવાનો તમને અને મને શો અધિકાર છે?સ્વરાજ લીધા વિના હું આશ્રમના દર્શન કરવાનો નથી.કાગડા કૂતરાની મોતે મરીશ સ્વરાજની ઝંખના કરતા રઝડી-રવડીને મળીશ પણ પાછો ફરવાનો નથીજ.

પ્રાથમિક શાળા ખાતે જ્યાં પૂ.બાપુ રોકાયા હતા તે ઓરડો ઐતિહાસિક દાંડીયાત્રા અને પૂ.બાપુ ની આજે હયાતી હોવાની પ્રતીતિ કરાવે છે. દુબળા મજૂર પાસે રાત્રીમાં બત્તી માથે ઊંચકાવતા બાપુનો રોષ પ્રગટ્યો હતોરાત્રીના પૂ.બાપુએ સ્પષ્ટ શબ્દોમાં ભાષણ કરી સત્યના પૂંજારી કેમ કહેવાય છે એ જણાવી દીધું હતું.બે ગરીબ મજૂરો પાસે રાત્રીના બત્તી માથે ઉપાડવાની વાત રાતે ભાષણમાં જણાવી રોષ પ્રકટ કર્યો હતો.અને સાચા સ્વરાજની વ્યાખ્યા આપી હતી.

તેમણે સરકારના પહાડ જેવા દોષો પણ હું પહાડ જેવા બતાવી શકું છું.આપણા રજ જેવા દોષ પણ મને પહાડ જેવા લાગે છે.એમ કહી રોષ પૂર્વક ભાષણ કરી જણાવ્યું કે “દુબળા મજૂરો પાસે બત્તી ઊંચકાવી તેના બદલે પ્રમુખ સાહેબ કે મીઠુબેન,કે કલ્યાણજીભાઈ કે કુંવરજીભાઇ માથે ઉપાડીને ચાલે તે શોભે,દુબળા માણસ પાસે આવી વેઠ કેમ લેવાય?એમ રોષ સાથે જણાવ્યું હતું.ત્યારે ભટગામ ખાતે પૂ.બાપુની ગરીબ મજુર માટેની સંવેદના અને કોઈપણ સેહ શરમ વિના ઉપસ્થિત આગેવાનોને જણાવી પોતાની સ્પષ્ટ વક્તા અને સત્ય બોલી દેવાની છાપ છોડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો