જ‌ળ સ્ત્રોત દુષિત:કીમ નદી સહિત 4 ખાડી કેમિકલને કારણે ગટરમાં ફેરવાઈ

કીમ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કીમ નદી - Divya Bhaskar
કીમ નદી
  • અનેક ઔદ્યોગિક એકમોએ નિયમો નેવે મૂકી ઓલપાડની ચારજીવંત ખાડીઓને મૃત બનાવી

ઓલપાડ તાલુકામાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા જળાશયો, ાડીઓમાં તથા હવામાં કરવામાં આવતા કેમિકલ યુક્ત પ્રદૂષણનાં કારણે સ્વાસ્થ્ય અને ખેતીનાં પાકોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. જે બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે એવી લિખિત રજુઆત કલેક્ટર તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગરને ખેડૂત આગેવાન જિલ્લા પંચાયત વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ઓલપાડ તાલુકામાં કીમ જીઆઇડીસી ઉપરાંત સાયણ, સિવાણ, ગોથાણ, દેલાડ, માસમાં, બરબોધન સહિતના ગામોમાં અનેક ઔદ્યોગિક એકેમો કાર્યરત છે.

ઘોડા ખાડી
ઘોડા ખાડી

આ ઔદ્યોગિક એકમો ઉત્પાદન પ્રક્રિયામાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ઔદ્યોગિક એકમો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોને નેવે મૂકી હવાપ્રદૂષણ અને જળપ્રદૂષણ ઓકી રહ્યા છે. પ્રદૂષણો દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ, પર્યાવરણ વિદો, એનજીઓ અને ખેડૂત આગેવાનો દ્વારા અવારનવાર આગળ આવી રજુઆત કરતા આવેલ છે, પરંતુ વહીવટી ંત્રના મેળાપી પણામાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ વિસ્તારમાં પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિને ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થઈ રહ્યું છે.

સેના ખાડી
સેના ખાડી

ઓલપાડ તાલુકામાં કીમ નદી, સેના ખાડી, તેના ખાડી અને ઘોડા ખાડી આવેલ છે. આ તમામ ખાડીઓ જાણે ગંદી કેમિકલ યુક્ત ગટરો બની છે.આ ખાડીઓમાં ઔધોગિક એકમો દ્વારા સતત ગંદકી અને પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે. ઔધોગિક એકમોને સરકારે જે મંજૂરી આપી હોય છે, તે મુજબ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય છે, તેમજ કોઈ પણ પ્રકારનું પ્રદુષણ છોડવાનું હોતું નથી. પરંતુ ઔદ્યોગિક એકમો દ્વારા નિયમોને ઘોળીને પી જવાતા માનવ જાત માટે જીવતા બોમ્બ સાબિત થઇ રહેલા આવા ભયાનક એકમો સામે કોઈ પણ કાર્યવાહી ન થતા પ્રજામાં રોષ જોવા મળે છે.

તેના ખાડી
તેના ખાડી

ખાડીઓ અને નજીકના જળાશયમાંથી પાણી લઈ ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા આવા પ્રદુષિત પાણીનો સિંચાઈમાં ઉપયોગમાં લેવાના કારણે ખેતરોને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતો આ બાબતે રજૂઆત કરે ત્યારે માત્ર વચનો અપાઈ છે, ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને યોગ્ય કાર્યવાહી કરી ખાડીઓને બચાવી લેવા વિસ્તારની જીવ સૃષ્ટિ ને બચાવી લેવા અને પ્રદુષણ ઓકતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પ્રજામાં માંગ ઉઠી છે.

ખેતીની જમીન ઉપરાંત જળચર પ્રાણીનોએ વ્યાપક પ્રમાણમાં નુકસાન
કીમ જીઆઇડીસીમાં અંદાજે 1800 થી વધુ નાનામોટા ઔદ્યોગિક એકમો આવેલા છે.મોટાભાગના ઔદ્યોગિક એકમો કોઈપણ ટ્રીટમેન્ટ વિના કેમિકલ યુક્ત ગંદુ પાણી સીધુ કીમ ખાડીમાં છોડે છે.તો સાયણ, દેલાડ,ગોથાણના અંદાજે 2500 નાનામોટા ઔધોગિક એકમો વિસ્તારમાંથી પસાર થતી સેના ખાડી, તેના ખાડી અને ઘોડા ખાડીમાં ગંદુ પાણી શુદ્ધિકરણ ના નિયમો નેવે મૂકી કેમીકલયુક્ત પાણી સીધું ઉપરોક્ત ત્રણ ખાડીમાં છોડાઈ છે.તો ઓલપાડ, બરબોધાનના 500 એકમો ગંદા પાણી સાથે હવામાં ઝેરી ધુમાડો છોડી હવા પ્રદુષણ ફેલાવી રહ્યા છે જેથી કીમ ખાડી,સેના ખાડી,તેના ખાડી અને ઘોડા ખાડી જેવી તાલુકામાં પસાર થતી ચાર ખાડીઓને મૃત બનાવી દીધી છે.ખાડીની અંદર અને કિનારાની જીવ સૃષ્ટિને વ્યાપક નુકશાન થતા પર્યાવરણ ની ઘોર ખોડીને મૂકી છે જેથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નિરાશા છે.

દુર્ગંધ એટલી તીવ્ર કે નાક ફાડી નાંખે
કીમ વિસ્તારમાં રાત્રી સમયે દુર્ગંધ મારતો ગેસ છોડવામાં આવે છે અનેક વખત એટલી હદે દુર્ગધ આવે છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત ઉલટી ઉબકા પણ આવતા હોય છે. કીમ ખાડી કિનારે આવેલ મોટી કંપનીમાંથી આ દુર્ગંધ મારતો ગેસ છોડતો હોવાનું કિનારાના ગામોની પ્રજા ફરિયાદ કરે છે. પરંતુ જીપીસીબીના મોઢે ખંભાતી તાળા સદર મોટી કંપની મારી દેતી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

કલેકટર, જીપીસીબીને રજૂઆત કરાઇ
ઓલપાડ વિસ્તારમાં પર્યાવરણ અને જીવ સૃષ્ટિનો આ પ્રશ્ન છે.કેમિકલયુક્ત પ્રદુષિત પાણીથી ખેડૂતોને પાકમાં વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. હવા પ્રદુષણથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય રહ્યું છે. પાણીના શુદ્ધિકરણ વિના ગંદુ કેમિકલયુક્ત પાણી સીધું ખાડીઓમાં છોડાઈ રહ્યું છે. પર્યાવરણ જાળવણીના નિયમોનું પાલન એકમો દ્વારા કરાતું નથી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર તેમજ જિલ્લા કલેકટરને આ બાબતે લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. > દર્શન નાયક, પૂર્વ વિરોધપક્ષના નેતા, જિલ્લા પંચાયત સભ્ય, સુરત

અન્ય સમાચારો પણ છે...