કરોડોનું આંધણ:વેલુકમાં 12 કરોડનું વીજ સબસ્ટેશન 2 વર્ષથી તૈયાર, પણ શરૂ ન કરાતા બેકાર

કીમ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધૂળ ખાઇ રહેલું ઓલપાડ તાલુકાના વેલુંક ગામનું 12 કરોડના ખર્ચે બનેલું વીજ સબ સ્ટેશન. - Divya Bhaskar
ધૂળ ખાઇ રહેલું ઓલપાડ તાલુકાના વેલુંક ગામનું 12 કરોડના ખર્ચે બનેલું વીજ સબ સ્ટેશન.
  • કરોડોનું આંધણ તો કરાયું પણ તેનો લાભ પ્રજા સુધી ન પહોંચડવામાં તંત્ર નિષ્ફળ

ઓલપાડના વેલુક ખાતે 12 કરોડના ખર્ચે બનેલ સબસ્ટેશનનું બે વર્ષથી કામ પૂર્ણ થયું છતાં શરૂ ના થઇ શકતા લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. ઉર્જા અને અન્ય વિભાગના અધિકારીઓ ના સંકલના અભાવે કાર્યરત ન થયેલા 66 કે.વી સબસ્ટેશન હાલ અવાવરું બન્યું છે.

આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના વેલુક ગામે પાંચ વર્ષ પહેલા ગેટકો કંપનીએ સ્થાનિક વિસ્તારના લોકોની માંગણીને લઇને વીજ પુરવઠો પૂરો પાડવા તેમજ ઓલપાડ સબ સ્ટેશન ઉપર વીજ લોડનું ભારણ ઘટાડવા માટે રૂપિયા 12 કરોડના ખર્ચે ઉભા કરવામાં આવેલા 66 કે.વી સબ સ્ટેશનનું કામ બે વર્ષથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં કરોડો રૂપિયાનું આંધણ કરીને કહેવાતી વિકાસશીલ સરકારમાં ઉર્જા વિભાગ અને અન્ય વિભાગોના તાલમેલના અભાવને કારણે આ સબ સ્ટેશન ચાલુ કરવાનો કે પછી ઉદ્ઘાટન કરવાનો સરકારના ઊર્જા વિભાગને સમય મળ્યો નથી. જેથી આ વિસ્તારના વીજ પુરવઠો મેળવવા માગતા શહેર અને જિલ્લાનાં સેંકડો ગ્રાહકો વીજ કનેક્શનથી વંચિત રહી ગયા છે.સરકાર દ્વારા આવી બેદરકારી જોવા મળી રહે છે.

કેમ આ બાબતે સરકાર આ પ્રશ્નનો આજ દિન સુધી હલ કરી શક્યા નથી તેવો પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે. વારંવાર આગેવાનો દ્વારા ગુજરાત સરકારના ઉર્જા વિભાગથી માડી મુખ્યમંત્રી સહિત તમામ વહીવટી તંત્રમાં લેખિત તથા મૌખિક રજુઆત કરવા છતાં આ વીજ સબ સ્ટેશન શરૂ કોઈ કરવા માટે કોઈ પણ પગલાં સરકાર દ્વારા ભરવામાં આવ્યા નથી.ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની કહેવાતી વિકાસશીલ સરકારના મુખ્યમંત્રી આ મામલે વિભાગને સબ સ્ટેશન ચાલુ કરવા માટે ક્યારે જગ્યા ફાળવણી કરી લોકહિતમાં શરૂ કરવાના આદેશો આપે છે એ જોવાનું રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મળતી વિગત મુજબ સુરત જિલ્લામાં 30 તથા સુરત શહેરમાં 12 મળી કુલ 42 જેટલા સબ સ્ટેશનની દક્ષિણ ગુજરાતની ગેટકો કંપની એ 5 વર્ષ પહેલાં જ દરખાસ્ત મંજુર કરી સરકારમાં મોકલી આપી છે, તેમ છતાં આ વીજ સબ સ્ટેશન માટે જગ્યા ફાળવળી કરવાની નિષ્ફળતાને કારણે જનતાએ તકલીફ સહન કરવાનો વારો આવ્યો હોવાનું જોવા મળે છે.

ઊર્જા અને અન્ય વિભાગો વચ્ચે તાલમેલના અભાવે સમસ્યા
ઓલપાડના વાલક ખાતે ગેટકો કંપની દ્વારા 12 કરોડના ખર્ચે ૬૬ કે.વી સબ સ્ટેશનન બનાવવામાં આવ્યું હતું. સદર સબ સ્ટેશનનું કામ પૂર્ણ થયા છતાં બે વર્ષથી સબ સ્ટેશન કાર્યરત થઈ શક્યું નથી.ગુજરાત સરકારમાં ઉર્જા વિભાગ અને અન્ય વિભાગોના તાલમેલના અભાવને કારણે કરોડોના ખર્ચે બનેલ સબ સ્ટેશન અવાવરું જોવા મળી રહ્યું છે.જવાબદાર વિભાગે આ બાબતે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ. > દર્શન નાયક, માજી વિરોધપક્ષના નેતા, સુરત જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...