તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગણદેવી તાલુકાના ધનોરી, ખેરગામ, એંધલ, વેગામ ગામે દીપડો દેખાવાની ઘટના બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી ગણદેવી તાલુકાના મટવાડ ગામે આવેલા દશરથ દેસાઈના વીરસ્ટડ ફાર્મમાં દીપડો દેખાતા આ ફાર્મ હાઉસમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
ગણદેવીના મટવાડ ગામે સુરતના દશરથ દેસાઈનું ફાર્મહાઉસ આવેલુ છે. આ ફાર્મ હાઉસમાં ઉંચી નસલના ઘોડા, ડોગ અને ગીર ગાય છે. દશરથ દેસાઈ પણ પરિવાર જોડે લોકડાઉન પહેલા અહી જ રહે છે અને ફાર્મહાઉસમાં 40 માણસોનો સ્ટાફ પણ રહે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાત્રિના અંધકારમાં દીપડો દેખાતા આ ફાર્મ હાઉસ અને આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળે છે. દીપડો દેખાવાની ઘટના ગાડીમાંથી ફોનના કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનાની જાણ દશરથભાઈએ સામાજીક વનીકરણ વિભાગ ગણદેવીને કરતા સામાજીક વનીકરણના ભાવિન પટેલ અને તેમના સ્ટાફે જગ્યાનું નિરીક્ષણ કરી દીપડાની આવન જાવનના સ્થળે પાંજરું મુક્યું છે.
ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારોનું માનીતું સ્થળ
વીરસ્ટડ ફાર્મના દશરથભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ ફાર્મમાં ઉંચી નસલના 46 ઘોડા છે. જેમાં ભારતના ટોપ 5માંના બે ઘોડા નોર્ધન ડાન્સર અને ભલાલ નસલના છે, જે ઘોડા ભારતમાં યુપીના રાજાભૈયા અને સલમાનખાન પાસે પણ છે. આ ઉપરાંત ફાર્મ હાઉસમાં 100 ગીર ગાય અને 12 ઉંચી નસલના ડોગ છે. આ ફાર્મની મુલાકાત ક્રિકેટ જગતની હસ્તી મુનાફ પટેલ, ધોની, આર.પી.સિંઘ અને દીપક હુડાએ અને ફિલ્મી જગતના સુપર સ્ટાર સલમાન ખાને ઘોડા અંગે માહિતી લીધી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.