તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કામરેજમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાની માંગ સાથે આપના ધરણા

નવાગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામરેજની જનતાને મોંઘા શિક્ષણમાંથી છુટકારો મળે તે માટે વસ્તી આધારિત સારી સરકારી સ્કૂલો આપો અને આરોગ્ય માટે સિવિલ અને સ્મીમેર સુધી ધક્કા ખાઈને હેરાન થાતિ પબ્લિકને કામરેજ વિસ્તારમાં જ સંપૂર્ણ સુવિધાઓ સાથે સરકારી હોસ્પિટલ આપવા માટે આમઆદમી પાર્ટીએ પાસોદરા પાટિયા પર ધરણા કર્યા હતાં.

ગુરૂવારે પાસોદરા પાટીયા ખાતે બેનર સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આપ ના હોદ્દેદારો ખોલવડ વિસ્તાર માથી હરેશભાઈ વડાલિયા અને પાસોદરા વિસ્તાર માથી સંજયભાઈ રાદડિયાની આગેવાનીમાં લોકો જોડાયા હતા. જેમાં તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે. ડી. કથીરિયા, AAPના જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા તાલુકા પ્રમુખ રોહિતભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય મિત્રો રસિક ચૌહાણ, રમેશ ગોંડલિયા, અનિલ શાહ, સુનિલ વાઘાણી, અરુણ કોઠીયા, હાર્દિક ચાવડા, ભૌતિક કાછડીયા, હરેશ ડોડીયા, ઘનશ્યામ સાંગાણી, કમલેશ દેસાઈ, મયુર કથીરિયા, હાર્દિક કથીરિયા, જયેશ માંગુકીયા તેમજ અન્ય સમર્થક મિત્રો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...