તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડો:વેલંજાની નંદની સોસાયટીમાંથી મહિલા જુગારધામ ઝડપી પડાયું, 8 મહિલા-2 પુરુષ ઝડપાયા, 85 હજારનો મુદ્દામાલ જપ્ત

નવાગામ8 મહિનો પહેલા
 • કૉપી લિંક

કામરેજ તાલુકાના વેલંજા ગામે નંદની સોસાયટીમાં રહેતી મહિલા પોતાના ઘરમાં મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરતાં 8 મહિલા અને 2 પુરૂષને જુગાર રમતા પકડી 85800રૂપિયાનો મુદદામાલ કબ્જે કયો.

કામરેજ તાલુકાનાં વેલંજા ગામે નંદની સોસાયટીનાં મકાન નં.228 નાં માલિક જયેશભાઇ બચુભાઇ વાદીની પત્ની પુષ્પાબહેન તે પોતાનાં મકાનનાં ઉપરના માળના રૂમમાં તીન પત્તીનો જુગાર રમાડતી હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. કામરેજના પો.ઇ.જે.બી.વનારની ટીમે છાપો મારતા 8 મહિલા અને 2 પુરૂષો પકડાઇ ગયા હતા.જેમની પાસેથી દાવ પરનાં રોકડા 49650 રૂ. તથા અંગ ઝડતીનાં 18500રુ.તથા 4 મોબાઇલ કિં. 18000 મળી કુલ 85800રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ
પુષ્પાબેન જયેશભાઈ (વેલંજા) , રંજનબેન મુકેશ સુહાગિયા (વેલંજા) , મનિષા ભાવેશ કોટડીયા (અમરોલી) , કિંજલ દેવરાજ ગજેરા (કાપોદ્રા), રીટાબેન મનીષ ચાવલા (દેલાડ ચારરસ્તા) , ભાનુબેન મનસુખ વેકરીયા (કતારગામ) , હેતલ જીતુ ડોબરીયા (વેલંજા) , વષાઁ હરિભાઇ હિરપરા (વેલંજા) , જીગ્નેશ હંસરાજ પટેલ (પરિયા) , સંદિપ મનજી પટેલ (વેલંજા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો