તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:આંબોલીમાં મજૂરોનાં પડાવમાંથી દોઢ વર્ષનાં બાળક સાથે મહિલા ગુમ

નવાગામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનથી કડિયાકામની મજૂરી કામ માટે કામરેજ તાલુકાના આંબોલી ગામે આવેલા પરિવારની પરિણીતા પોતાના દોઢ વર્ષના દિકરા સાથે ક્યાં ચાલી ગઈ છે. જે અંગે પતિએ પત્ની અને પુત્ર ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. આંબોલી તાપી નદિનાં નાના પુલ પાસે મેલડી માતાનાં મંદિર પાસે ખુલ્લી જગ્યામાં બાંધકામ અને કડીયા કામની મજૂરી કરતા રાજસ્થાન અને મધ્યપદેશનાં મજૂરો પરિવાર સાથે પડાવમાં રહે છે. રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લા તા.કુશલગઢ ગામ તીંબેડા કોટડાનાં કાંતિભાઇ જોખાભાઇ કટારા (24) કડીયાકામની મજૂરી કરી પત્નિ અનિતાબહેન કાંતિભાઈ કટારા (21) તથા દોઢ વર્ષનાંં પુત્ર વિકાસનું ગુજરાન ચલાવે છે.

28મી ફેબ્રુઆરીના બપોરે 2થી 4 દરમિયાન પડાવ પરથી અનિતાબહેન કોઇને કંઇ પણ કહ્યા વગર ચાલી ગયા હતા. જે પડાવ પર ન આવતા સગા સબંધીઓમાં તપાસ કરતા મળી ન આવતા 4 માર્ચ 2021નાં કાંતિ કટારાએ પત્નિ અનિતા દોઢ વષઁનાંપુત્ર સાથે ગુમ થવાની ફરિયાદ નોધાવી હતી. અનિતાબહેન શરીરે સાધારણ બાંધાની રંગે શ્યામ વર્ણ ઉંચાઇ 5.4 ફૂટ તેમજ લાલ કલરની સાડી તથા બ્લાઉઝ પહેરેલ છે. માથા ઉરર સફેદ ઓઢણી બાંધેલ છે. તેમજ ગુજરાતી ભાષા બોલે છે તથા વિકાસે કાળા કલરની ટી શટૅ તથા કાળા કલરની જીન્શ પેન્ટ પહેરેલ છે.

અન્ય સમાચારો પણ છે...