કાર્યવાહી:મંત્રીના પાયલોટિંગમાં ન પહોંચેેલા જવાનને ખુલાશા માટે બોલાવ્યો તો દારૂ પીને આવ્યો

નવાગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજ પોલીસના જવાન સામે પ્રોહિબીશનનો ગુનો

કામરેજ પોલીસ મથકના જવાનને આરોગ્ય મંત્રી પાયલોટીંગની વર્દી આપી હતી. પણ તે પાયલોટિંગમાં ન જતાં પોલીસ મથકે તેને ખુલાસો કરવા માટે કામરેજ પોલીસ મથકે દારૂ પીને આવ્યો હોવાનું જાણવા મળતાં કામરેજ પોલીસેે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.

નવાગામ PCRને તા.10-6-2021નાં સાંજે 6.00 વાગ્યે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં પાયલોટીંગમાં હાજર રહેવાની વર્દી આપેલ હતી. પરંતુ વર્દીમાં ગયા ન હતા. કેમ ગયેલ નથી તે બાબતે નવાગામ PCRનાં ઇન્ચાર્જને ખુલાસો લેવા કામરેજ પો સ્ટે. બોલાવ્યા હતા. PCR ઇન્ચાર્જ જયેશભાઇ અમરસિંહ વસાવા ડ્રાઇવર આકાશ પ્રદિપભાઇ રાજપૂત તથા ટીઆરબી જવાન આવ્યા હતા. જેમાં હાજર જયેશ દારૂ પીધેલો નશાની હાલતમાં હતો. પંચો રૂબરૂમાં મોઢું સુંઘી ખાતરી કરતા શ્વાસમાંથી દારૂ પીધેલાની વાસ આવતી હતી.

તેમજ ચલાવી જોતા લથડિયા ખાતો હતો તેમજ લવારા કરતો હતો. દારૂ કયાં પીધો તેે બાબતેે પૂંછતા પોતાનાં ઘરે થોડો દારૂ પડેલો હતો તે દારૂ પીધો હોવાનું જણાવ્યું હતું. કામરેજ પીએસઆઇ એસ એસ.સૈયદે સરકાર તરફથી ફરિયાદી બની પ્રોહિબીશનની કલમ 85 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ જવાન સામેની કાર્યવાહીને લઈને ઘટનાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...