અકસ્માત:કોસમાડામાં બેફામ દોડતી કારે બાઇકનેે ટક્કર મારતા વરાછાના યુવકનું મોત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ભાગી છુટનારા કારચાલક સામે પોલીસમાં ફરિયાદ

સુરત શહેરના 32 વર્ષીય યુવક કોસમાડા ગામે યુરો સ્કૂલ પાસેથી રાત્રે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક કાર ચાલકે ગફલત ભરી હંકારી લાવી યુવકને અડફેટમાં લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે મરનારના મોટા ભાઈએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત વરાછા રોડની ભગીરથ સોસાયટી વિભાગ 1 નાં ઘ.નં.120માં રહેતા કમલેશભાઇ ઉકાભાઇ મકવાણાનો નાનો ભાઇ નાનજીભાઇ ઉકાભાઇ (32) તા.21-10-2022નાં રાત્રે સાડા દસ વાગે કોસમાડા ગામે યુરો સ્કુલની સામે નવા બનતા રીંગ રોડ પરથી પોતાની હીરોસ્પેલેન્ડર પ્લસ નં (GJ-05SZ-3865) પર પસાર થતો હતો ત્યારે સામેથી પુરઝડપે આવતી મારૂતી સુઝુકી સિવાઝ ફોર વ્હીલ નં (GJ-05JQ-6471)નાં ચાલકે મોટરસાઈકલને ટક્કર મારતા નાનજીભાઇને કપાળ તથા મોઢાં ઉપર ગંભીર ઇજા થતાં ઘટનાં સ્થળે જ મોત નીપજ્યું હતું. કાર ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. જેની સામેે કમલેશ ઉકાભાઇ મકવાણાએ કામરેજ પોલીસ મથકેે અકસ્માત મોતની ફરિયાદ નોંધાવી હતી.

દિવાળીના તહેવારે શોકની કાલિમા
દિવાળીનાંં તહેવારોમાં નાનજીભાઇનું અકાળે મોત થતાં ચાર ભાઇઓનાંં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને નાનજીભાઇનાંં માસુમ પુત્રીઅને પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...