લમ્પી વાઇરસ:ગૌશાળાના 8935 પશુઓને વેક્સિનેશન, આઇસોલેશન વોર્ડ પણ તૈયાર

નવાગામ14 દિવસ પહેલાલેખક: જયંતિ વલણકર
  • કૉપી લિંક
કામરેજનું થારોલી પાંજરાપોળ ગૌશાળા - Divya Bhaskar
કામરેજનું થારોલી પાંજરાપોળ ગૌશાળા
  • કામરેજ થારોલીના પાંજરાપોળમાં સંચાલકોનું તકેદારીના ભાગરૂપે સતત મોનીટરીંગ
  • બહારથી આવતા પશુઓ લેવાનું હાલ બંધ, સુરતના રસીકરણ થયેલા પશુ જ સ્વીકારાય છે

હાલ લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે પાંજરાપોળમાં બહારથી આવતા પશુઓમાં લમ્પી વાઇરસના શંકાસ્પદ લક્ષણો હોય, જે બીજા પશુમાં ફેલાવી શકે માટે, તકેદારીના ભાગરૂપે લેવાનું બંધ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે સુરત જિલ્લાનું કામરેજ તાલુકામાં થારોલીમાં આવેલી પાંજરાપોળમાં સંચાલકોએ લમ્પી વાયરસ સામેે ખાસ તકેદારીના ભાગરૂપે તમામ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. વધુમાં અગમચેતીના ભાગરૂપે આઇસોલેશન વોડૅૅ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. સતત તબીબ સહિતની ટીમ દેખરેખ રાખી રહી છે.

કામરેજના થારોલી ગામે આવેલ સુરત પાંજરાપોળ સંચાલિત ગૌશાળામાં સંચાલકોએ લમ્પી વાઇરસને લઈને પશુઓ માટેની સુવિધાથી લઈને ઇમરજન્સી વોર્ડ જેવી સુવિધાની કેવી તૈયારી અંગે જાણકારી મેળવવા પાંજરાપોળની દિવ્યભાસ્કરે મુલાકાત લઈ જાણકારી મેળવી હતી, જેમાં હાલ પાંજરાપોળમાં 8935 પશુઓ રાખવામાં આવેલ છે.

ગૌશાળાનાંં સંચાલક અમિતભાઇ પ્રજાપતિ સાથે વાતચીત કરતા જણાવેલ કે વાઇરસનાં શરૂઆતનાં દિવસોમાં જ ગૌશાઓની તમામ પશુઓને વેક્સિનેશન કરી દેવામાં આવ્યું હતું. તેમજ અગમચેતીના ભાગ રૂપે આઇસોલેશન વોડૅૅ પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

સંસ્થામાંં હાલ તમામ 8935 પશુઓનેે જુદા જુદા શેડમાં રાખવામાં આવેલ છે. તેમની સંપૂર્ણ દેખભાળ તથા નિભાવ ( ઘાસચારો તેમજ દવાની સારવાર) સંસ્થા દ્વારા રાખવામાં આવેલ છેે. લમ્પી વાયરસથી તકેદારીનાંં ભાગ રૂપે પાંજરાપોળમાં શરૂઆતનાં દિવસોમાં જ તા.15-06-2022થી વેક્સિનેશન ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને હાલ તમામ પશુઓનું વેક્સિનેશન પૂણઁ કરી દેવામાં આવ્યું છે અને ઘણા સમયથી નવા પશુઓને સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છેે.

ફક્ત સુરત મહાનગર પાલિકાં દ્વારા વેક્સિનેશન કરી મોકલાતા પશુઓને જ હાલ સ્વીકારવામાં આવે છેે. અલગ અલગ શેડોમાં રાખેલ પશુઓનુ સતત મોનીટરીંગ કરી અલગ તારવવામાંં આવે છે. ડોક્ટરોની દેખરેખ હેઠળ સતત 4 દિવસં ટી્ટમેન્ટ કરવામાંં આવે છેે. તેમજ પશુઓનાંં શેડમાંં વાયરસ બેક્ટેરિયાને મારે એવો પંપ દ્વારા ફોમુઁલીન પાવડરનો છંટકાવ કરવામાંં આવે છે.

જરૂર પ્રમાણેે મીનરલ્સ વીટામીન્સ અનેે પ્રોટિનવાળો દાણ ખોરાકમાં આપવામાં આવી રહ્યો છે, તેમજ તકેદારીના ભાગરૂપેે પશુ આઇસોલેશન વોડૅૅ પણ શરૂ કરવામાં આવ્યો છે. જો કે હાલમાં ત્યાં કોઇ પશું નથી. દરેક પશુઓને 3 સ્ટેજમાં રાખવાની સુવિધા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ચાર પશુ ડોકટરો સતત મોનીટરીંગ કરે છે
હાલમાંં લમ્પી વાયરસ પછી કામગીરી અઘરી બની ગઇ છે. સંસ્થાનાંં દરેક વિભાગમાંં ચાર પશુ ડોકટરો (લાયઝન સબ ઇન્સપેકટર) દ્વારા સતત મોનીટરીંગ કરે છે. તેમના પર એક ડોક્ટર 24 કલાક નજર રાખે છે. હાલ દવાનો ખચૅ વધી ગયો છે. સારી ગુણવતા વાળો ખોરાક પશુ દાણ આપવું પડે છે.

દેવનારાયણ ગૌ ધામમા વેક્સિનેશન
મોતા ગામે દેવ નારાયણ ગૌ ધામ ગૌશાળાની ગાયોને લમ્પી વાઈરસથી બચવા જિલ્લા વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા ગાયોને વેક્સિન મુકવામાં આવી હતી. લગભગ 50થી વધુ ગાયોમા લમ્પી વાયરસ ન ફેલાઈ તે માટે ગૌ સેવક રીંકેશભાઈ શાહ અને રાજુભાઈના સહયોગથી વેક્સિન મુકવામાં આવી હતી.

પૂરતી તકેદારી અનેે તૈયારી કરી છે
થારોલીમાં પશુ હોસ્પિટલ વિભાગ પણ બનાવેલ છે. તેમજ સંસ્થાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ સુરતમાં નંદિની પશુ હોસ્પિટલ છેે. જ્યાંં પશુ લેબ અનેે સજૅન પણ છેે. પાંજરાપોળની દરેક શાખામાં પશુઓ ભોગ નહી બને એ માટે પુરતી તકેદારી અનેે તૈયારી છે. > અમિતભાઇ પ્રજાપતિ, ગૌશાળાના સંચાલક

અન્ય સમાચારો પણ છે...