કાર્યવાહી:યુવકને હનીટ્રેપમાં ફસાવી 1.40 લાખ પડાવી લેવાના કેસમાં 2 મહિલા ઝડપાઇ

નવાગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મેળવાયા

કામરેજમાં હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલી બે મહિલા પકડાઇ હતી. મહિલા આરોપી બીજી મહિલા આરોપીનાં ઘરે આવતા પોલીસને મળેલી બાતમીથી બંનેે આરોપી પોલીસનાં હાથે ઝડપાઇ ગઇ હતી. કામરેજ પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતાં.

કામરેજ ગામની અંજની રો હાઉસમાં રહેતા કેતનભાઇ રણછોડભાઇ બાબરીયા (40ને છેલ્લા ચાર પાંચ દિવસથી તેના મોબાઈલ પર રોશની નામની છોકરીનો ફોન આવતો હતો, જેના પરથી કેતનભાઇનાં મોબાઇલ પર ફોન કરી મળવા બોલાવતી હતી અને કેતનભાઇ દાદાભગવાન મંદિર નજીકની સોસાયટીનાં ઘરે ગયા હતાં. રોશની સાથે કેતન બીજી રૂમમાં બેસી વાતચીત કરતો હતો ત્યારે બે પુરૂષોએ કેતનને માર મારવાની ધમકી આપી ગળામાં પહેરેલી સોનાની 34 ગ્રામની સોનાની ચેન કિં. 1,40,000 રૂપિયાની કઢાવી લઇ ટોળકી રફુચકકર થઇ ગઇ હતી. આમ પોતે હનીટ્રેપમાં ફસાયા હોવાનો અહેસાસ થતાં કામરેજ પોલીસ મથકેે ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની તપાસ કરી રહેલી કામરેજ પોલીસે બાતમી મળી હતી કે, હનીટ્રેપનાં ગુનામાં સંડોવાયેલી એક મહિલા બીજી મહિલા આરોપીને મળવા નનસાડ આવવાની છે. જે આધારે વોચ ગોઠવી બે મહિલા આવતા કોર્ડન કરી બંનેનેે આરોપી મહિલાને ઝડપી પાડી હતી. પકડાયેલી 32 વર્ષીય અમીતાબહેન ધીરૂભાઇ રણછોડભાઇ કાલરિયા (રહે.અનુપડ્રીમ્સ, સુગર રોડ, સાયણ), તથા તૃપ્તીબેન કિશોરભાઇ ધનજી નાગલા (25) (રહે.153વૈકુંઠધામ સો.નનસાડ)ની વધુ પુછપરઠ માટે પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા બે પુરૂષ આરોપીની શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...