અકસ્માત:કામરેજ પાસે બે બાઇક અથડાતાં 3નાં સ્થળ પર મોત, 2 ઇજાગ્રસ્ત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકોમાંથી 2 પાસોદરાના, 1 વાવ ગામનો રહેવાસી

કામરેજ તાલુકાના મોરથાણા ગામ નજીક 2 મોટરસાયકલ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટર સાયકલ સવાર 3 યુવાનોના સ્થળ પર જ મોત થયા હતાં જ્યારે બેને ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના મોરથાણા ગામે સેગવા રોડ પર પૂરપાટ ઝડપે આવતી બે મોટર સાયકલ સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મોટર સાયકલ સવાર 5 યુવાનો ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે 3 યુવકો વિકાસ લક્ષ્મણ રાઠોડ, ગૌતમ વજુ સોજીત્રા ( ૨હે પાસોદ્રા પાટિયા, સુરત) અને જયદીપ દેવસિંગ રાઠોડ (રહે વાવ, તા. કામરેજ)નાં સ્થળ ૫૨ જ મોત થયાં હતાં.

જ્યારે અન્ય બે યુવકો દીક્ષિત અશ્વિન રાઠોડ ( રહે પાસોદરા પાટિયા, સુરત) અને અજય સૂરજ રાઠોડ ( ૨હે આસ્તા, તા. કામરેજ)ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...