લોકો ત્રાહિમામ:ખોલવડ જતા સર્વિસ રોડ પર ભરાતા પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોલવાડ સર્વિસ રોડ પર ભરાતું પાણી - Divya Bhaskar
ખોલવાડ સર્વિસ રોડ પર ભરાતું પાણી
  • 13 વર્ષની સમસ્યાનો અંત લાવવાં ત્રણ કરોડનાંં ખર્ચે પાઇપલાઇન કરી તાપી નદીમાંં પાણી ઠલવાશે

કામરેજચાર રસ્તાથી ખોલવડ તરફ જતાં સર્વિસ રોડ પર અઝિમ હોસ્પિટલ સામેે ચોમાસામાં નજીવા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા કાયમી થઇ ગઇ છેે. 2 થી 3 ફુટ પાણી ભરાઇ જવાથી સર્વિસ રોડ પર અવર જવર બંધ કરી દેવી પડે છેે. તેમજ નેે.હા.48 પર ટ્રાફિક ડાયવટઁ કરાતા ટ્રાફિક જામની સમસ્યાં પણ ઉભી થાય છે. વાહનો માંં પાણી ભરાઇ જવાથી વાહનો બંધ પડી જવા તથા ઘસડાઇ જવાનાંં બનાવો પણ બન્યા છેે. તેમજ આ વિસ્તારના મકાનો દુકાનોમાં પાણી ભરાઇ જવાથી ઘરવખરી તથા સરસામાનનેે પણ નુકશાન થાય છે.

છેલ્લા 13 વર્ષથી દર ચોમાસામાં આ સમસ્યાથી ત્રસ્ત લોકો સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાં વારંવાર રજુઆતોં ફરિયાદો લાગતા વળગતા વિભાગોમાં કરી હતી પરંતુ કોઇ નક્કર કામગીરી થતી ન હતી ફકત આશ્વાસન જ મળતા હતા.

સમસ્યા કઇ રીતેે ઉભી થઇ? હાલ જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં જેેતે સમયેે ખાડી હતી રોડ બનાવતી વખતેે સિમેન્ટનાં ભુંગળા નાંખી દીધા હતાં. સૃષ્ટી કોમ્પલેક્ષથી નહેર કોલોની સુધીનાં વિસ્તાર તેમજ હાઇવેનું પાણી જમા થતાં નિકાલ થતો નથી અનેે ગુરૂકૃપા લક્ષ્મીબા વિશ્વાસનગર અઝીમ હોસ્પિટલમાં પાણી ભરાઇ જાય છે.

કઈ રીતે નિકાલ આવશે - ખોલવડ સર્વિસ રોડ પર ભરાતાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા લખેલ હતું. તે પત્રને ધ્યાનમાંં લઇ સુડાનાં અધિકારી સર્વેયરે સ્થળ પર આવી સર્વે કરી પાણીનો નિકાલ ખોલવડ બાજુુ જતાં સર્વિસ રોડ થઇ તાપી નદીમાંં નાંખવાનું નક્કી થયું છે. દિવાળી 2022 પહેલા કામ શરૂ થઇ જશે.

સમસ્યાનો અંત દિવાળી બાદ આવી જશેે
કામરેજ તાં. પં.નાંં ખોલવડ 2 બેઠકનાં સદસ્ય રમેશભાઇ શીંગાળાનાંં જણાવ્યાં મુજબ અઝીમ હોસ્પિટલ સામે વરસાદી પાણી ભરાવાથી આમ જનતાનેે પડતી મુશ્કેલીઓથી વાકેફ છું. 2021માં તેઓ ચૂંટાયા ત્યારે એક વર્ષમાંં ચોમાસા પહેલા નિરાકરણ લાવવાનું જાહેર કર્યુ હતુ, પરંતુ કોઇક કારણસર એક વર્ષમાંં કામ થઇ શક્યું નથી. પરંતુ તેમનાં સતત પયત્નો અને રજૂઆતોથી સમસ્યાનો અંત દિવાળી બાદ આવી જશે. 3 કરોડ રૂપિયા મંજૂર કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...