આપઘાત:જીવનથી કંટાળી ખડસદની મહિલાએ ફાંસો ખાઇ લીધો

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્યુસાઇડ નોટમાં કોઇનો વાંક ન હોવાનો ઉલ્લેખ

કામરેજ તાલુકાના ખડસદ ગામની મહિલાએ જીવનથી કંટાળી ફાંસો ખાધો હતો. સુરત સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. આપઘાત કરતાં પહેલા સુસાઇડ નોટ લખી હતી.

કામરેજ તાલુકાના ખડસદ ગામની સીમમાં આવેલા ઓમ રેસીડંશી વિભાગ બી 16/303માં રહેતા ભરતભાઇ ધીરૂભાઇ બોધાણી (45) (મુળ રહે. પીપડીયા ગામ બાબરા જી અમરેલી)ની પત્નિ રંજનબહેન ભરતભાઇ બોધાણી (45)એ તા.18-5-2022નાં સવારે છ પહેલા પોતાનાં ઘરનાં બેડરૂમમાંઆવેલા પંખા સાથે કપડાનો દુપટ્ટોં બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

રંજનબેનને તરત જ સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાતાં બપોરે સાડા બાર વાગે મોત નીપજ્યું હતું. રંજનબેને આપઘાત કરતાં પહેલાં એક ચિઠ્ઠી લખી હતી, જેમાં પોતે જીંદગીથી કંટાળી આ પગલું ભરૂં છું. આમાં કોઇનો વાંક નથી. મને માફ કરજો જય શ્રી કૃષ્ણ લખી કોઇ અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...