તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કામરેજ તાલુકાની સરકારી કચેરીઓની આ તસવીરો જ કહી દે છે કે, શા માટે સૌથી વધુ કોરોનાના કેસ અને મોત અહીં નોંધાયા છે

કામરેજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કામરેજ સેવાસદન - Divya Bhaskar
કામરેજ સેવાસદન

સુરત ગ્રામ્યમાં કોરોનાના સૌથી વધુ 2340 કેસ કામરેજ તાલુકામાં છે. આ ઉપરાંત સૌથી વધુ 90 લોકોના મોત સાથે કામરેજ તાલુકો સુરત ગ્રામ્યમાં પહેલા ક્રમે છે. પરંતુ આટલી બધી ગંભીર પરિસ્થતિ છે ત્યારે કામરેજ તાલુકાની સેવાસદન અને તાલુકા પંચાયત સાથે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર “NO MASK, NO ENTRY”ના બોર્ડ અને સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

કામરેજ સેવાસદન
કામરેજ સેવાસદન

ત્યારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીએ સેવાસદન અને તાલુકા પંચાયત સહિત આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેતા ફરજ પરના મહત્તમ સરકારી કર્મચારીઓ માસ્ક વિના અને જેમની પાસે માસ્ક હતા, તેમણે મો પર નહી દાઢી પર માસ્ક લટકાવી કામગીરી કરતા જોવા મળ્યા. અત્રે ઉલેખનીય છે.

તા.પં.કચેરી
તા.પં.કચેરી

કે સરકારી કચેરીઓમાં આવતી જાહેર જનતાને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાવતા અધિકારીઓ જ ખુદ કોરોના ગાઈડલાઈન ન પાલન ન કરી ખોટું કરી રહ્યા છે. ત્યારે સ્વભાવિક છે અધિકારીના પાપે કામરેજ તાલુકામાં કોરોના પોઝીટીવ કેસી સંખ્યામાં વધારો થવાની શકયતા છે. ત્યારે માસ્ક વિના જોવા મળતા સામાન્ય લોકો પાસે 1000 રૂપિયા સુધીનો દંડ વસુલતી પોલીસ સરકારી ક્ચેરીઓની મુલાકાત લઈને માસ્ક વિના ફરતા સરકારી અધિકારીઓ વિરુધ દંડનીય કામગીરી કરેતો લોકોમાં દાખલો બેસવા જેવું કરેલું કહેવાશે.

કામરેજ સેવાસદન
કામરેજ સેવાસદન
કામરેજ સેવાસદન
કામરેજ સેવાસદન
કઠોર આરોગ્ય કેન્દ્ર
કઠોર આરોગ્ય કેન્દ્ર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો