બુલેટ ટ્રેન પ્રોજેકટનાં શેખપુર ગામે ચાલતા સ્થળેથી જેસીબી મશીન કિં 7,00,000 તથા ખોલવડનાં ફેબ્રીકેશન યાર્ડમાંથી 20 લોખંડની પ્લેટોની 16000રૂપિયાની ચોરીની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઇ હતી. કામરેજ તાલુકાનાંં ગામોમાંથી પસાર થતી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કામનાં સ્થળે જંગી માત્રામાં યાંત્રીક સાધન કોન્ટ્રાક્ટર ધ્વારા રાખવામાંં આવેલ છે.
તેની સાથે સાથેે સાધન સામગ્રીની ચોરીની ઘટનાઓ બનવા પામી રહી છે. શેખપુર ગામે ચાલતા બુલેટ ટ્રેનનાં કામે રાજસ્થાનનાં કોન્ટ્રાક્ટર ખુશીરામ ભુરાલાલ ગુજ્જર દ્વારા પોતાની માલિકીનું જેસીબી મશીન (RJ-26EA-0605) છ મહિનાથી મુકવામાં આવ્યું હતું. જેનાં પર ડ્રાઇવર તરીકે મોહનલાલ રઘુનાથ ગુજ્જર મહિનાથી કામ કરતો હતો. તા. 5-5-2022નાં રાત્રે 11.30 વાગેે મોહનલાલેે મશીન બંધ કરી ગોડાઉનમાં મુક્યું હતું અને તા. 6-5-2022નીરાતેે અઢીથી ત્રણનાં ગાળામાં ઉઠીનેે જોતાંં મશીન સ્થળ પર જોવા મળ્યુ ન હતું.
જેથી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ મશીન ન મળતા રાજસ્થાન શેઠને જાણ કરી હતી. શેઠે આવી પ્રોજેકટ મેનેજરનેે જાણ કર્યા બાદ જેસીબી ચોરી જનાર અજાણ્યાં ચોર ઈસમ વિરુદ્ધ 7,00,000 રૂપિયાની કિંમતનાં મશીન ચોરીની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી.
તેવી જ રીતે કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેકટનાં બ્રિજનું કામ કરી રહેલ હોય. એલએનટી કંપનીનાં ફેબ્રીકેશન યાર્ડમાંં મોટી માત્રામાંં લોખંડની પ્લેટ રાખવામાં આવી હતી. જેની દેખરેખ માટે બાલાજી સિક્યુરિટી કંપનીનેે કોન્ટ્રાકટ આપવામાંં આવેલ છે. કંપની દ્વારા રાત્રીનાંં સમયમાંં 6 મહિનાથી મુકવામાંં આવેલ સિક્યુરિટી ગાર્ડ સવારે 7.00 વાગે આટો મારવા ગયો.
ત્યારે મુકેલી પ્લેટમાંથી 20 પ્લેટ તા.12-5-2022નાં રાત્રીનાં 11.00 કલાકથી તા.13-5-2022નાંં સવારે 7 કલાક દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાનું સિક્યુરિટી ગાર્ડનાં ધ્યાનમાંં આવતાં ઉપરી અધિકારીનેે જાણ કરી હતી. કંપનીનાં ફિલ્ડ સુપરવાઇઝર પ્રમોદકુમાર જોગેશ્વર પસાદે સ્થળ પર આવી ચકાસણી કર્યા બાદ સૂચનાં મુજબ 20 કિલોની એક પ્લેટ એવી 20 નંગ પ્લેટ કિંમત 16000 રૂપિયાની ચોરીની ફરિયાદ અજાણ્યાં ચોર ઇસમ વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી.
ગત 4 એપ્રિલે અંત્રોલી પાસે ચોરી થઇ હતી
ગત 4 એપ્રિલે પલસાણાના અંત્રોલી ખાતેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક વાયર પાથરવા માટે મુકેલા કોપરના કેબલના રોલ માંથી રાત્રી દરમિયાન 4 થી 5 તસ્કરો 2.83 લાખથી વધુની કિંમતનો 80 મીટરનો કેબલ ચોરી ગયા હતા. બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થતાં ભંગરિયા સાથે તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.