તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મામાના ઘરે ગયેલા યુવકનો ઝઘડો થતાં હાથમાં ટોમી મારતાં ફ્રેક્ચર

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના કોસમાડી ગામે કોલોની ફળિયામાં રહેતો યુવક રક્ષાબંધનના દિવસે નવી પારડી ખાતે મામાના દિકરાને ત્યાં ગયો હતો. બીજા દિવસે પોતાના બનેવી સાથે શાકભાજી લેવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં આખાખોલ ગામનો જમાઈ યુવકને જોઈ ગાળો બોલતાં ગાળો શા માટે બોલે છે એમ જણાવતાં જમાઈએ હાથમાં પકડેલી ટોમી મારી દેતા ડાબા હાથે ફ્રેક્રચર થયું હતું. જે અંગે યુવકે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કોસમાડી ગામે કોલોની ફળીયામાં રહેતો શૈલેષભાઇ મંગુભાઇ વસાવા (33) બળેવની રજામાં પોતાની મોટરસાઈકલ (GJ-5HD-5283)પર પરિવાર સાથેે નવીપારડી જોય એન જોય જતાં રસ્તા પર વાડીમાં રહેતાં મામાનાં દિકરાને ત્યાં ગયા હતાં અને ત્યાં જ રોકાયા હતા. બીજે દિવસેે તા.23-8-2021નાં સાંજે 5.30 વાગે બનેવી અનિલ રામુ વસાવા સાથે મોટરસાઈકલ પર નવી પારડી શાકભાજી લેવા જતાં હતાં. ત્યારે રસ્તામાં આખાખોલ ગામનો જમાઈ મીતેષ ઉફે પારલે શૈલેષને જોઇ જતાં શૈલેષને નાલાયક ગાળો આપી હતી. જેથી શૈલેષે તું કેમ મને ગાળો આપે છે ? તેમ કહેતા મીતેષ ઉશ્કેરાઇનેે તેનાં હાથમાંની લોખંડની ટોમી મારવા જતાં શૈલેષનાં ડાબો હાથ આડો કરતી દેતા પર વાગતાં રોડ પર પડી ગયો હતો. મારમારતા ગંભીર ઇજા થઇ હતી. અનિલભાઈ વચ્ચે પડી તેને છોડાવ્યો હતો.

મીતેષ જતાં જતાં જણાવ્યું હતું કે તુ મને ફરી મળશે તો હું તને જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. અનિલ શૈલેશને મોટરસાઈકલ પર બેસાડી મામાના ઘરે લઈ ગયો હતો. ત્યાંથી ઈકો ગાડીમાં દિનબંધુ હોસ્પિટલમાં દાખલ કરતાં ડાબા હાથ પર ફેકચર થયેલું હોય ઓપરેશન કરવામાં આવ્યું હતું. શૈલેષ વસાવાએ મીતેશ ઉફે પારલે સામેે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...