તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મામાને ત્યાંથી પરત ફરતાં યુવકનું વાહન અડફેટે મોત

નવાગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજના યુવકને વાવ પાસે અકસ્માત

કડોદરાથી બાઇક પર પરત ફરી રહેલા કામરેજનો યુવકને વાહને અડફેટે લેતા મોત નીપજ્યું હતુ. કામરેજની જય વિલા રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઇ વિઠ્ઠલભાઇ આસોંદરિયા (38) પોતાની હોન્ડા ડ્રીમ યુગા મોટરસાઈકલ (GJ- 05 PL- 1438)લઇનેે 20મી ઓગસ્ટના રોજ કડોદરા ખાતે રહેતાં મામાને ત્યાં ગયાં હતાં.

જમી પરવારી રાત્રે સાડા દસ વાગ્યે પરત કડોદરાથી કામરેજ આવતા હતાં. ત્યારે વાવ બીએનબી હાઈસ્કુલ સામે હાઇ વે પર પાછળથી કોઇ અજાણ્યા વાહન ચાલકેે ટક્કર મારતા માથામાં તથાં શરીરે ગંભીર ઇજા પામતા બેભાન થઇ ગયા હતાં. જેમને 108માં સુરત સિવીલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં શૈલેષભાઇનાં મોટાભાઇએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...