તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોલીસે જપ્ત કરેલી બાઇક છોડાવી આપવાનું કહેતા યુવકને માર મરાયો

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાદભગવાન મંદિર નજીક કોમ્પલેક્સમાં જુગાર રમતા ઝડપાયેલા આરોપીની બાઈક પોલીસે કબજે કરી હતી. જે બાઈક પોલીસમાંથી છોડાવી આપવા એક ઈસમે કહ્યું હતું. ત્યારબાદ બંનેનો ભેટો થતાં બાઈક માલિકે બાઈક છોડાવવા બાબતે પૂછતાં ઉશ્કેરાઈ યુવક અને તેના સાથીદારો ભેગા થઈ બાઈક માલિકને માર મારતાં પોલીસ ફરિયાદ થઇ હતી.

મહિના પહેલા કામરેજનાં દાદા ભગવાન કોમ્પલેક્ષની FF6નંબરની દુકાનમાં જુગાર રમતા 12 પકડાયા હતા. પોલીસેે રોકડ મોબાઇલો તથા નવ વાહનં મળી કુલ 6,50,700નો મુદ્દામાલ કબજે લીધો હતો, જેમાં ઉતમભાઇ વાવિયા (રહે. સરથાણા જકાતનાકા, સુરત) તથા જયેશભાઇ ડોબરિયા (રહે. સી 71 શ્યામનગર નવાગામ) પકડાયા હતા. જેમાં ઉત્તમ વાવિયાની બાઇક પોલીસેે કબ્જેે લીધી હતી. જે બાઇક પોલીસ પાસેથી છોડાવી આપવાનું જયેશ ડોબરિયાને ઉતમ વાવિયાએે કહેલું હોય 27 જૂને સાંજે દેરોડ ગામ મુકેશ વસાવાનાં ઘરે ભેટો થતાં ઉતમ વાવિયાએ બાઇક છોડાવવા બાબતેે પૂંછતાં જયેશ ડોબરિયા, ચેતન રાઠોડ, મુકેશ વસાવા તથા કાળુ વસાવાએ ભેગાં થઇ ઉતમનેે માર માયો હતો.ઉતમ વાવિયાએ જયેશ પદમસિંહ ડોબરિયા , ચેતન વલ્લભ રાઠોડ, મુકેશ વસાવા, કાળુ વસાવા વિરુદ્ધ કામરેજ પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...